ગાંધીનગર : સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 18 મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી.આજે મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા. અહીં તેમણે દરેક મંત્રીને તેમની ચેમ્બરમાં જઇને તેમની સાથે મુલાકાત કરીને તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
વાયબ્રન્ટ સમિટ G-20 સંમેલનના કારણે રદ્દ કરવામાં આવ્યું
જો કે આ બેઠક બાદ સરકારે મહત્વનો નિર્ણય લેતા નિર્ણ લીધો હતો કે, આ વખતની વાયબ્રન્ટ સમિટ રદ્દ કરવામાં આવી શકે છે. G-20 બેઠકનું મેજબાન ભારત છે. જેના કારણે ગુજરાતમાં જી-20 સમિટના અનેક કાર્યક્રમમો આયોજીત થવાના છે. જેના કારણે આ વખતનું વાયબ્રન્ટ સમિટ રદ્દ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2022 માં પણ જાન્યુઆરી માસમાં પણ કોરોનાને કારણે વાયબ્રન્ટ સમિટ રદ્દ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ શરૂ કરેલી પરંપરા છેલ્લા 2 વર્ષથી તુટી
અત્રે ઉલ્લે્ખનીય છે કે, વાયબ્રન્ટ સમિટ 2003 માં પીએમ મોદી જ્યારે સીએમ હતા ત્યારથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી નિયમિત રીતે તેનું આયોજન થાય છે. તેના કારણે ગુજરાતને ખુબ મોટો ફાયદો પણ છે. અનેક ઉદ્યોગો અને રોકાણો ગુજરાતને મળી ચુક્યાં છે. આ ઉદ્યોગ મેળાવડામાં દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં આવે છે.
ADVERTISEMENT