Vibrant Summit 2024 : વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને પગલે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં B.A,B.Com,BBA,M.A, M.Comના કોર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તારીખ 9 અને 10એ યોજાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 17 અને 18મી તારીખે યોજાશે. ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટના કારણે ટ્રાફિક વ્યવસ્થાપનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
GTUએ પણ પરીક્ષાની તરીખો બદલાવી
આ સિવાય GTUએ પણ હાલમાં ચાલતી પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કર્યો છે. તારીખ 9 અને 10ના રોજ યોજાનારી પરીક્ષાને GTU દ્વારા ગ્લોબલ વાયબ્રન્ટ સમિટના ટ્રાફિકને લઈ વિક્ષેપ ન પડે તે માટે કાર્યક્રમમાં બદલાવ કર્યો છે. વિધાર્થીહિતને ઘ્યાનમાં રાખી GTUએ આ નિર્ણય કર્યો છે.
PM મોદી આજથી ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે 8થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓ અને ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. સાથે જ પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (VGGS)નું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું કે, ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે.
ADVERTISEMENT