વડોદરાઃ વડોદરામાં દિવાળીની ઉજવણી દરમિયાન પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે બે કોમના લોકો વચ્ચે પથ્થરમારો શરુ થઈ ગયો હતો. અહીં સુધી કે ખુદ પોલીસ પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયા હતા જેમાં પોલીસનો માંડ બચાવ થયો હતો. આ મામલાને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે જ્યારે 20 જેટલા શખ્સોને ઝડપીને કાર્યવાહી આરંભી છે. પોલીસ હજુ પણ આ મામલે વધુ લોકોની ધરપકડનો દૌર ચલાવે તેવી શક્યતાઓ છે ત્યારે વીહીપ હવે મેદાને આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસે જે હિન્દુ યુવકોની આ કેસમાં 307 કલમ અંતર્ગત ધરપકડ કરી છે તે મામલે નારાજગી દર્શાવવામાં આવી છે.
ADVERTISEMENT
કંટ્રોલ રૂમમાંથી મળ્યો મેસેજ
પોલીસ ફરિયાદ પ્રમાણે જોવા જઈએ તો 24 ઓક્ટોબરની રાત્રે દિવાળીનો તહેવાર હતો અને તે દિવસે વડોદરામાં દિવાળીની ઉજવણી લોકો કરી રહ્યા હતા ત્યારે અંદાજે રાત્રે 12.30 કલાકના સુમારે પોલીસ કંટ્રોલ રૂમને કોલ આવે છે અને તેમાં કહેવાય છે કે, પાણીગેટ મુસ્લિમ મેડિકલ સેન્ટર પાસે ડીજે વાગે છે અને ફડાકડા ફોડવામાં આવી રહ્યા છે. પીસીઆર સ્થળ પર પહોંચે છે અને કંટ્રોલ રૂમને જાણકરી કે આ પાણીગેટ પોલીસ મથકની હદ છે. આ સાથે રાત્રે 1 વાગ્યાના અરસામાં કહાર મહોલ્લા અને નાલબંધવાડા તરફથી બંને કોમના ટોળા વચ્ચે ભારે પથ્થરમારો શરૂ થઈ જાય છે. પરિસ્થિતિ વધુ બગડવા લાગે છે. તમામ મોબાઈલ વાનનૈ હરણખાના રોડ પર મોકલવાની પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સૂચના આવે છે. ટોળું બેકાબું હતું અને તંગ માહોલ હતો.
આ લોકો સામે થઈ ફરિયાદ
પોલીસ આ માહોલ વચ્ચે જુએ છે કે બંને તરફ અંદાજે 100 માણસોનું ટોળું એક બીજા પર પથ્થરમારો કરે છે. પોલીસે એક્શન લેવાના શરૂ કર્યા આ દરમિયાન ડીસીપી ઝોન 3 યશપાલ જગાણીયા પણ ટીમ સાથે નાલબંધવાડા નજીક પહોંચે છે ત્યારે જ અચાનક છત પરથી એક પેટ્રોલ બોમ્બ આવીને બરાબર તેમના પગથી બે ચાર ફૂટ દૂર પડે છે અને આગની જ્વાળાઓ નીકળે છે. પોલીસ સદ નસીબે બચી જાય છે. જે પછી પોલીસે બે ટીયર ગેસના સેલ છોડ્યા તે દરમિયાન સળગતી હવાઈ બાઈક પર પડે છે અને સળગવા લાગે છે. આ બધું જ થયું ત્યારે પોલીસે એક્શન લેવાના શરૂ કર્યા અને કોમ્બીંગ હાથ ધર્યું. બંને કોમના લોકો મળી કુલ 20 તોફાની તત્વોને પોલીસે ઝડપી પાડ્યા. જેમાં 1) ગુમાલમયુદ્દીન ગુલામરસુલ દારૂવાલા, 2) દિપક જયંતિભાઇ રાણા, 3) ડેવીડ ગોવિંદભાઇ ઉર્ફે ગટ્ટુ કહાર, 4) મોહસીન રસુલખાન પઠાણ, 5) મોહંમદસઇદ હનીફભાઇ કુરેશી, 6) મોહમદહનીફ ફકીરમહમંદ કુરેશી, 7) ફકીર મહંમદ મહંમદહનીફ કુરેશી, 8) મહંમદ આસીફ મહમદહનીફ શેખ, 9) ઇમ્તીયાઝહુસેન ગુલામહુસેન સૈયાદ, 10) સહેજાદ મોહમંદહનીફ મેમણ, 11) મોઇન મહંમદયુનુસ મેમણ, 12) મોહમદહબીબ અબ્દુલરહેમાન ઉચાવાલા, 13) મોહમદ યાહયા અબ્દુલસત્તાર કલદાર, 14) સુરેશ દ્વારકાપ્રસાદ કહાર, 15) મોહંમદઆરીફ ઇકબાલભાઇ જમાદાર, 16) રેહાનખાન સમીરખાન પઠાણ, 17) નિલેશ ગણેશભાઇ કહાર, 18) કિરણ નારાયણ કહાર, 19) અજીમ દીલાવર શેખ, 20) અબ્દુલ કાદીર દીલાવરનો સમાવેશ થાય છે.
વીહીપે આપ્યું આવેદનપત્ર
આ ઉપરાંત પણ બીજા 26 એવા નામો છે જે પોલીસ પાસે છે જેમની સામે પોલીસ આગામી સમયમાં એક્શન લેવાની છે. જોકે આ દરમિયનમાં વિશ્વ હિન્દુ પરિષદની નારાજગી સામે આવી છે. વીહીપ પોલીસ દ્વારા હિન્દુ યુવકો પર લેવામાં આવેલી એક્શનને લઈને નારાજ થયું છે. વીહીપનો આરોપ છે કે થોડા દિવસ પહેલા નજીકની મદ્રેસાને સીલ કરવામાં આવી તેનો આ બદલો લેવા માટે થયેલી ઘટના છે. વીહીપે નારાજગી દર્શાવતા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે.
(વીથ ઈનપુટઃ દિગવિજય પાઠક)
ADVERTISEMENT