Mahisagar News: મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોએ સોશ્યલ મીડિયા પર નવરાત્રી મહોત્સવને લઈને વિવાદિત પોસ્ટ કરનાર વિધર્મીઓને પકડી પાડ્યા હતા. ત્યારબાદ સંતરામપુર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં વિધર્મીઓ પાસે સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મુકનારને માફી માંગવી હતી. વિધર્મીઓ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન બહાર માફી મગતો વિડિયો સોશ્યલ મીડિયા હાલ ખુબજ વાયરલ થયો છે.
ADVERTISEMENT
હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે સંતરામપુરના કેટલાક વિધર્મીઓએ નવરાત્રીને લઈને સોશ્યલ મીડિયા પર હિન્દુ યુવતીઓના ફોટા સાથે વિવાદિત પોસ્ટ લખી. તેમજ હિન્દુ યુવતી સાથેની સેલ્ફી હોય તે રીતે પોસ્ટ અને વાંધાજનક લખાણ સાથેની પોસ્ટ વિધર્મીઓએ પોતાના ફેસબુક પર મુકતા વિવાદ વકર્યો હતો. જેને લઇ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો હરકતમાં આવી ગયા હતા અને વિવાદીત પોસ્ટ ફેસબુક પર તેમજ સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર વિધર્મીઓને પકડી પાડી તેમની પાસે માફી માંગવી હતી અને આજ પછી કોઈ આવી હરકત નહિ કરે તેવું પણ વિધર્મીઓ કહ્યું હતું.
આ સમગ્ર ઘટના બાદ મહીસાગર જીલ્લામાં કેટલાક વિધર્મીઓ ગરબામાં જતા હોવાની વાતો વહેતી થઈ હતી. જેને લઇ મહીસાગર જીલ્લા લુણાવાડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એક્શન મોડમાં આવી જઈને લુણાવાડા ઇન્દિરા મેદાનમાં ચાલતા ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગરબે રમવા આવતા તેમજ ગરબા જોવા આવતા લોકોને તિલક કરી તિલક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તિલક અભિયાન વિષે વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે, સંતરામપુરમાં બનેલી ઘટના બાદ વીએચપી દ્વારા ગરબા દરમ્યાન કોઈ વિધર્મી ગરબામાં આવે નહિ અને હિન્દુ છોકરીને છેડતી કરે નહિ તે માટે તિલક અભિયાન ચલાવવામાં આવ્યું છે.
(વિરેન જોશી, મહીસાગર)
ADVERTISEMENT