જામનગર : ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, સાંસદ પુનમ માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના આગેવાનો રહ્યા હતા. જેમાં રિવા બા અને પુનમ માડમ વચ્ચે એક અનોખું બોન્ડિંગ જોવા મળ્યું હતું. એક સમય શાબ્દિક ટપાટપીના કારણે ચર્ચામાં રહેલા બંન્ને નેતાઓ આજે એકદમ અલગ જ મુડમાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
પોતાના સંબોધનમાં પાટીલનું સાળંગપુર વિવાદ અંગે ભેદી મૌન
કાર્યક્રમ સી.આર પાટીલે વિપક્ષી એકતા પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સાળંગપુર વિવાદ અંગે તેઓએ મૌન ધારણ કર્યું હતું. સી.આર પાટીલે લોકસભાની તૈયારીઓ અંગે ઉદ્ભોધન આપ્યું હતું. ઇન્ડિયાના નામે કેટલાક સત્તાભુખ્યા લોકો એક થયા છે. તેમને પ્રજા દ્વારા તેમનું સ્થાન દેખાડશે.
રિવા બાએ સાંસદ પૂનમ બેનને ગાડીમાંથી હાથ પકડીને બહાર લાવ્યા
જામનગરના મેયર બીનાબેન, સાંસદ પુનમબેન અને ધારાસભ્ય રિવાબા વચ્ચે થોડા દિવસો અગાઉ રણમલ તળાવ ખાતે એક કાર્યક્રમ દરમિયાન શાબ્દિક ટપાટપી થઇ રહી હતી. તમામ મહિલા નેતાઓનું ઉગ્ર સ્વરૂપ જામનગર, ગુજરાત નહી પરંતુ દિલ્હી સુધી પહોંચ્યું હતું. જો કે આખરે હવે ઘીના ઠામમાં ઘી ઢોલાયું છે. પુનમ માડમ આજે જ્યારે ગાડીમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમનો હાથ પકડીને તેમની મદદ કરી હતી. તેમને ગાડીમાંથી રિસિવ કર્યા હતા.
ADVERTISEMENT