ગાંધીનગર : 2002 ના ગોધરા હત્યાકાંડ બાદ ગુજરાતમાં ફેલાયેલા તોફાનોના નરોડાગામ હત્યાકાંડ મુદ્દે કાલે એટલે કે 20 એપ્રીલના રોજ કોર્ટ પોતાનો મહત્વનો ચુકાદો આપી શકે છે. આ હત્યાકાંડમાં ગોધરા રેલવે સ્ટેશન પર 28 ફેબ્રુઆરીના રોજ ટ્રેન હત્યાકાંડ બાદ બીજા દિવસે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે 11 લોકોની અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં હત્યા થઇ હતી. આ મુદ્દે 86 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી અને વીહીપના નેતા જયદીપ પટેલ સહિત કુલ 86 લોકો પર કેસ ચાલ્યો હતો.
ADVERTISEMENT
2009 થી આ મામલે સુનાવણી ચાલી રહી છે
2009 થી શરૂ થયેલા આ સુનાવણીમાં અત્યાર સુધીના કુલ 17 આરોપીઓના મોત થઇ ચુક્યા છે. જ્યારે 187 લોકોની પુછપરછ કરવામાં આવી છે. 57 સાક્ષીઓના નિવેદન પણ નોંધાયા છે. આ સમગ્ર મામલે આશરે 13 વર્ષથી સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દે આરોપી પૂર્વમંત્રી માયા કોડનાનીની અરજી પર અમિત શાહ 18 ડિસેમ્બર, 2017 ના રોજ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમની પણ કોર્ટ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.
બાબુ બજરંગીના વકીલે જાણો શું કહ્યું?
બાબુ બજરંગીના વકીલ સી.કે શાહનું કહેવું છે કે, આ સમગ્ર મામલે આઇપીસીની કલમ 320 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) 143 (ગુનાહિત આશયથી એકત્ર થવું), 143 તોફાનો, 148 (ઘાતક હથિયારો સાથેતોફાન), 129 બી ગુનાહિત ષડયંત્ર, 153 તોફાનો માટે ઉશ્કેરવા જેવી કલમો હેઠળ કેસ ચાલી રહ્યો છે. જેમાં મહત્તમ મૃત્યુદંડ સુધીના પ્રાવધાનો પણ છે.
ગુજરાત સરકારના મંત્રી માયા કોડનાની પણ આરોપી
માયા કોડનાની જે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી હતા. તેમને નરોડા પાટિયા કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે. 28 વર્ષની સજા કોર્ટ ફટકારી ચુકી છે. નરોડા પાટીયા હત્યાકાંડમાં 97 લોકોના જીવ ગયા હતા. થોડા વર્ષો જેલમાં રહ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમને છોડવામાં આવ્યા હતા. 2018 માં અંતિમ સુનાવણી માટે કોડનાનીના કહેવાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જુબાની માટે વિટનેસ બોક્ષમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં અમિત શાહે કહ્યું હતું કે, માયા કોડનાની સવારના સમયે ગુજરાત વિધાનસભામાં હતા. જ્યારે બપોર બાદ ગોધરાહત્યાકાંડમાં જે કાર સેવકોના મૃતદેહો અમદાવાદ આવ્યા હતા, તેના માટે તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે કેટલાક નજરે જોનારા સાક્ષીઓનો દાવો છે કે કોડનાની નરોડા ગામમાં હતા.
વીહીપ નેતા જયદીપ પટેલ પણ આ મુદ્દે આરોપી
વીહીપના નેતા જયદીપ પટેલને પણ આ મુદ્દે આરોપી બતાવવામાં આવ્યા છે. 2002 ના તોફાનો સમયે જયદીપ પટેલ વીહીપના અમદાવાદ શહેરના જનરલ સેક્રેટરી હતા. પ્રિન્સીપલ સેશન્સ જજ એસ.કે બક્ષી આ મુદ્દે ચુકાદા માટે 20 એપ્રીલની તારીખ આપી હતી. સાથે જમામ આરોપીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોર્ટમાં હાજર રહે. 2002 માં થયેલા તોફાનો મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલા વિશેષ તપાસ દલ (SIT) આ મુદ્દે તપાસ કરી રહી હતી.
ADVERTISEMENT