અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષની શક્તિસિંહ ગોહિલને કમાન આપતા જ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા તેમની પદયાત્રામાં પહોંચ્યા હતા અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે બીજી તરફ બીજે જ દિવસે આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને તમામ હોદ્દાઓ પરથી દ્વારા સાગઠીયાને દૂર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે વશરામ સાગઠીયાએ ખુલાસો કર્યો હતો કે મેં ગત 18મી જૂને આપના ઉપપ્રમુખ પદ અને સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે હવે વશરામ સાગઠિયાએ આજે કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.
ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. નેતાઓની ઘરવાપસી કરવામાં આવી રહી છે. અઅ દરમિયાન ગત વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કોંગ્રેસ છોડનાર વશરામ સાગઠિયા આજે 30 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તા સાથે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે.
આ નેતાઓ જોડાયા કોંગ્રેસમાં
જાણો શું લખ્યો હતો મેસેજ
વશરામ સાગઠિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને મેસેજ કરી અને રાજીનામું ધરી દીધું હતું. મેસેજમાં લખ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તેમજ પ્રાથમિક સભ્ય તરીકે હું મારુ રાજીનામું આપણે મોકલું છું જે સ્વીકારી યોગ્ય કરવા વિનંતી. વશરામ સાગઠિયાએ આ મામલે કહ્યું હતું કે, મે રાજીનામાં બાદ કોલ પણ કર્યા હતા. ત્યારે રાજીનામું આપ્યા બાદ ફરજમુક્ત કરવામાં આવ્યો છે.
વીડિયો થયો હતો વાયરલ
શક્તિસિંહ ગોહિળે રવિવારે ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજી હતી. આ દરમિયાન વશરામ સાગઠિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં AAP નેતા વશરામ સાગઠિયાની સાથે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી દેખાયા હતા. વીડિયોમાં વશરામ સાગઠિયા પોતાને કેમેરાથી છુપાવતા હોય તેમ દેખાઈ રહ્યું હતું. અગાઉ રાજકોટમાં વોર્ડ નં. 15માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને બે કોર્પોરેટરો વશરામ સાગઠિયા અને કોમલ બારઈ AAPમાં જોડાયા હતા. બંને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામ કરી રહ્યા હતા. હવે બંનેએ ઘર વાપસી કરી છે.
ઇન્દ્રનીલ સાથે છોડ્યું હતું કોંગ્રેસ
ગત વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી AAPમાં જોડાયા હતા. જો કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિધાનસભાની ચૂંટણી પહેલા ઘરવાપસી કરી હતી. પરંતુ સાગઠિયા હજુ પણ AAP માં જ હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે તેમણે ફરજમુક્ત કર્યા છે.
ADVERTISEMENT