નવી દિલ્હી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ નહી કરવામાં આવે. જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશે શિવલિંગની કાર્બન ડેટિંગ કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી. આ અગાઉ વારાણીની કોર્ટે પ્લેસિઝ ઓફ વર્શિપ એક્ટ 1991 ઉપરાંત શ્રૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસને સુનાવણી યોગ્ય માની હતી. ત્યાર બાદ હિંદૂ પક્ષના 4 પક્ષકાર મહિલાઓએ અરજી દાખલ કરીને કાર્બન ડેટિંગ કરાવવા માટેની માંગ કરી હતી.
ADVERTISEMENT
કાર્બન ડેટિંગના આધારે વસ્તુના પુરાતન વિશે માહિતી મેળવી શકાય છે
કાર્બન ડેટિંગ પરથી કોલસો, પુરાતાત્વીક વસ્તુ, હાડકા, ચામડા, વાળ અને લોહીના અવશેષની ઉંમર અંગેની માહિતી મળી શકે છે. કાર્બન ડેટિંગથી જો કે એક આશરે ઉંમર જ જાણી શકાય છે, સટીક સમય જાણવો મુશ્કેલ છે. પથ્થર અને ધાતુનું ડેટિંગ કરી શકાતું નથી. જો કે વાસણનું ડેટિંગ થઇ શકે છે. જો પથ્થરમાં કોઇ પ્રકારનો કાર્બનિક પદાર્શ મળે તો તેના પરથી સરેરાશ સમયની માહિતી મેળવી શકાય છે.
શ્રૃંગાર ગૌરી મંદિરમાં પુજા કરવા માટે કરાઇ હતી પ્રથમ અરજી
અત્રે ઉલ્લેખનીય છે કે, 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરીમાં પુજન અને વિગ્રહોની સુરક્ષા અંગે અરજી કરી હતી. જે અંગે સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે કોર્ટ કમિશ્રર નિયુક્ત કરીને જ્ઞાનવાપીમાં સર્વે કરાવવા માટેનો આદેશ આપ્યો હતો. હિંદુ પક્ષે દાવો કર્યો કે, આ સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું હતું. જ્યારે મુસ્લિમ પક્ષનો દાવો છે કે, તે એક ફુવારો છે. ત્યાર બાદ હિંદુ પક્ષે વિવાદિત સ્થળને સીલ કરવાની માંગ કરી હતી. સેશન કોર્ટે તેને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેસ જિલ્લા જજને ટ્રાન્સફ કર્યો હતો
સુપ્રીમે કેસ જિલ્લા જજને ટ્રાન્સફર કરીને આ મુદ્દે નિયમિત સુનાવણી કરવાના નિર્દેશ આપ્યા હતા. જિલ્લા જજે પુજાની માંગ કરતી અરજીને સુનાવણી માટે યોગ્ય સમજી હતી. ત્યાર બાદ મહિલા અરજદારોએ કથિત શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કરી હતી. આ અંગેની એક અરજી પણ દાખલ કરી હતી. આ અંગે સુનાવણી બાદ કોર્ટે ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો.
ADVERTISEMENT