વલસાડઃ વાપી અને આસપાસની જીઆઈડીસીઓમાં છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગતપિઓ, વેપારીઓ અને દુકાનદારો એક પરેશાનીથી એટલા કંટાળ્યા હતા કે ના પુછો વાત. તેમને બદનામ કરવાની ધમકી આપીને લાખોની ખંડણી વસુલતી એક કથિત પત્રકાર ગેંગ સામે હવે પોલીસે ગાળીયો કસ્યો છે. પોલીસે ફરિયાદ કરી બે કથિત મહિલા પત્રકારોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં આવી બે ફરિયાદો દાખલ થઈ છે. હજુ પણ બીજી ઘણી ફરિયાદો થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
વાપીમાં ઉદ્યોગપતિઓ, કંપની સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરે છેલ્લા કેટલાક સમયથી બદનામ કરવાની ધમકી સાથે નાણાની ઉઘરાણીથી પરેશાન હતા. કથિત પત્રકારોની ગેંગ તેમની પાસેથી ખંડણી ઉઘરાવતી હોવાની ચર્ચાઓ ચાલી હતી. જેને પગલે વાપીના બલીઠા વિસ્તારમાં આવેલા એક સ્પા-મસાજ પાર્લર ચલાવતા સંચાલક પાસેથી પણ કથિત પત્રકારો ડરાવી ધમકાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપતા હોવાનું સામે આવી રહ્યું હતું. આ તત્વો કહેતા કે ધંધો કરવો હોય તો દર વર્ષે પાંચ લાખનો હપ્તો આપવો પડશે. જેને પગલે વાપી ટાઉન પોલીસ સ્ટેશને જઈને આ સંચાલક દ્વારા ફરિયાદ દાખલ કરાવી હતી. જેને પગલે વાપીના સોનિયા ચૌહાણ, ક્રિષ્ણા ઝા અને સેમ શર્મા નામના કથિત પત્રકારો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પોલીસે આ કેસમાં ત્રણ પૈકીા સેમ શર્મા અને સોનિયા ચૌહાણની ધરપકડ કરી લીધી છે. જ્યારે હજુ આ કેસમાં ક્રિષ્ના ઝા નામનો કથિત પત્રકાર ક્યાં છે તેની શોધ ચાલી રહી છે.
કેવો બેફામ કાર ચાલકઃ મહિસાગરમાં ફોરેસ્ટના ક્રમચારીએ બે ગાયને એવી ભટકાવી કે 200 ફૂટ દૂર ફેંકી દીધીઃ Exclusive
પ્રાપ્ત વિગતો અનુસાર આ પત્રકારોએ વાપી મીડિયા ચેરીટેબલ ટ્ર્સ્ટ નામની એક સંસ્થા શરૂ કરી હતી અને મોટા ભાગે સોશ્યલ મીડિયાના કેટલાક કથિત પત્રકારો તેમાં શામેલ થયા હતા. જે પછી આ ગેંગ મીડિયા એસોશિએસનના ઓથા હેઠળ દુકાનદારોને ધંધાદારીઓને નિશાન બનાવી લાખોના હપ્તા માગતા હતા. આ અંગે ફરિયાદ થતા ધીમે ધીમે આ ગેંગના વધુ કાળાકામો સામે આવી રહ્યા છે. આ કેસમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જેમાં વલસાડના ઉમરગામના ફણસામાં એક ક્લિનીક ચલાવતા ડોક્ટર દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી ગેંગની સામે ફરિયાદ દાખલ કરાવી છે. તેમનું કહેવું છે કે આ પત્રકારો બની તેમના ક્લિનિક આવ્યા હતા અને ખોટા સમાચાર ચલાવી ફસાવવાની ધમકી આપતા હતા. જેની સામે તેમણે એક લક્ઝૂરિયસ ફોર્ચ્યૂનર કાર માગી હતી. તબીબ આ કાર આપવામાં અસમર્થ હોવાને પગલે આ ગેંગ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે તબીબને બોલાવીને 1,80,000 રૂપિયા પડાવ્યા હતા. તેમણે પણ ફરિયાદ કરી છે.
જોકે હવે આ ગેંગ પોલીસના સકંજામાં છે છતા ગેંગની અકડ ઢીલી થઈ નથી. મીડિયા સામે જ્યારે આ ગેંગને પોલીસે રજૂ કરી ત્યારે જાણે કે ફોટો સેશન કરાવતા હોય તેવી રીતે અકડાઈથી ઊભા રહ્યા હતા. મીડિયાને બદનામ કરનારા આવા તત્વોથી ખાસ સાવધ રહેવાની અમે પણ આપને અપીલ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT