કૌશિક જોશી.વલસાડઃ વંદે ભારત ટ્રેનને શરૂ કર્યાના થોડા જ કલાકોમાં અકસ્માત નડ્યો હતો. તે પછી હવે ત્રીજી વખત વલસાડમાં આ ટ્રેન ઢોર સાથે અથડાતા આગળનું પડખુ તૂટી ગયું હતું. આ કારણે ટ્રેન મોડી પણ પડી હતી જોકે હાંશકારો એ બાબતનો હતો કે મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી. આ તરફ ટ્રેન સાથે ભટકાયેલા પશુ લોહીલુહાણ થયા હતા.
ADVERTISEMENT
અગાઉ થયા હતા અહીં અકસ્માત
સૌથી પહેલી વખત 30 સપ્ટેમ્બરે જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું તેના અમુક જ કલાક જેટલા સમયમાં આ ટ્રેન અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે પશુ સાથે ભટકાતા નુકસાન થયું હતું અને ટ્રેનને 20 મીનિટ થોભાવવી પડી હતી. જે પછી બીજો અકસ્માત થયો હતો કંજરી બોરિયાવી અને આણંદ રેલવે સ્ટેશનની વચ્ચે. જેમાં ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન નંબર 20902 એ ઢોરને અડફેટે લઈ લીધું હતું. અકસ્માતમાં ટ્રેનને સમાન્ય નુકસાન થયું હતું. જે અકસ્માતને કારણે 11 મિનિટ ટ્રેન મોડી પડી હતી.
લોકોની ચિંતાઓ વધી
આ બે અકસ્માત પછી પણ વધુ એક વખત વલસાડમાં વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ તો હમણાં જ આ ટ્રેનને વાપી પર સ્ટોપેજ મળ્યું છે. જેના બીજા જ દિવસે ગાય સાથે ટ્રેનનો અકસ્માત થતા ગાય લોહી લુહાણ થઈ હતી અને ટ્રેનનું પડખું તૂટી ગયું હતું. થોડા સમય પછી ટ્રેન ફરી ચાલી નીકળી હતી પરંતુ હાલ મુસાફરોમાં ગણગણાટ વધ્યો છે કે આ ટ્રેનમાં સુરક્ષા કેટલી? રૂપિયા ખર્ચીને પણ જો આ ટ્રેનમાં જવામાં જોખમ અને સમય વધુ લાગતો હોય તો અન્ય ટ્રેનનો ઓપ્શન શું ખોટો છે?
આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. સવારે જ્યારે ટ્રેન સ્પીડમાં અતુલ નજીકથી પસાર થતી હતી તે સમય ગાય અડફેટે આવતા એન્જીનના ભાગને નુકસાન થયું હતું. જોકે ઇલક્ટ્રોનિક અને બીજી મેકેનિમ મશીંનરીને કોઈ નુકસાન થયું ન હતું. તેમજ વલસાડ અને ટેક્નિકલ ટીમને જણ કરતા ટ્રેન થોડો સમય માટે ટ્રેક પર રોકીને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ઈજા કે જાનહાનિનો મામલો સામે આવ્યો નથી, ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનને વાપી સ્ટોપજ મળ્યા પછીના બીજા દિવસે ગાય સાથે અકસ્માત નડતા ફરી ટ્રેન મોડી થઈ હતી.
ADVERTISEMENT