વલસાડઃ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના દાવા કરાતી વંદે ભારત ટ્રેન હજુ સુધી તેની સર્વોચ્ચ સ્પીડ સુધી તો દોડાવાઈ શકાઈ નથી તેવા પણ અહેવાલો સામે આવી ચુક્યા છે ત્યારે સામાન્ય ઝડપે દોડતી આ ટ્રેન સાથે પ્રાણીઓનો વારંવાર અકસ્માત થઈ રહ્યો છે. જેમાં પ્રાણીઓને તો ભોગવવાનું જ આવે છે. અબોલ પ્રાણી કદાચ અવાજ અને તેની ગતિને સમજી શકવામાં અસમર્થ હોઈ શકે છે. આ અકસ્માતો વારંવાર કેમ થાય છે તે પણ એક અધ્યયનનો વિષય તો ખરો જ. ત્યારે આજે વલસાડમાં વધુ એક વખત ઢોર ટ્રેન સાથે ભટકાતા ટ્રેન 20 મિનિટ મોડી પડી અને ઢોર કાયમ માટે.
ADVERTISEMENT
ગાંધીનગરથી મુંબઈ દોડતી વંદે ભારત ટ્રેનને અત્યાર સુધી મોટા ભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ હસ્તે જ્યાં પણ પ્રારંભ થાય ત્યાં લીલીજંડી અપાય છે જેને કારણે ભારતમાં રેલવે મંત્રીને કેમ આ લાભ અપાતો નથી તેના કારણે પણ આ ટ્રેનને વિવાદોમાં રહેવું પડ્યું છે. અગાઉ સ્પીડનો દાવો કરાતો હતો તે સ્પીડના કારણે વિવાદમાં રહેવું પડ્યું છે. અગાઉ આઝાદીના મોટી સંખ્યામાં ટ્રેન શરૂ કરવાના દાવાઓ વચ્ચે હજુ આંગળીના વેઢે ગણી શકાય તેટલી ટ્રેન શરૂ થઈ છે તેના સવાલો પણ ઊભા થયા છે ત્યારે હજુ પણ એક સવાલ ચર્ચામાં રહે છે અને ખાસ કરીને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે, કે વારંવાર ઢોરો આ ટ્રેન સાથે અથડાય છે. ટ્રેનને ઘણી વખત નુકસાન થયું છે.
પાવર ચોરી પકડવા માટે ગયેલી ટીમ પર AIMIM નેતા મોહમ્મદ આઝમનો હુમલો
બળદનું મોત, એન્જિન કોચ સલામત
વલસાડ નજીક બળદ આડે આવતા વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો છે. જેમાં બળદનું મમોત થયું છે. જોકે ટ્રેનના ‘સદનસીબ’ કે તેના એન્જિન અને કોચને કોઈ નુકસાન થયું નથી પરંતુ બળદની ‘કમનસીબી’ કે તેને ‘બેદરકારી’નો ભોગ બની મોત મળ્યું છે. વલસાડ જિલ્લામાં જ ટ્રેનને અત્યાર સુધી ચાર વખત અકસ્માત થયાના અહેવાલો સામે આવ્યા છે. આજે પણ ટ્રેન પોતાના નિર્ધારિત સમયે મુંબઈ જઈ હી હતી. ત્યારે વલસાડ રેલવે સ્ટેશનથી દૂર થયેલા લોકોસેડ પાસેથી જતી હતી અને બળદ આડે આવી ગયો અને ટ્રેન સાથે અકસ્માત થયો હતો.
બળદ 40 મીટર સુધી ઢસેડાયો
વંદે ભારત ટ્રેન સાથે અચાનક ભટકાયેલો બળદ 40 મીટર જેટલું તો ઢસેડાયો હતો. જોકે આ તરફ ટ્રેનમાં રહેલા મુસાફરોના જીવને પણ ભારે જોખમ હતું. જેને પગલે મહા મહેનતે ટ્રેનને ઊભી રાખવામાં આવી હતી. જોકે ત્યાં સુધી મૃત બળદનો મૃતદેહ ટ્રેનના કોચ નીચે ફસાઈ ગયો હતો. આખરે આ બળદને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયામાં 20 મિનિટ ટ્રેન મોડી પડી હતી.
ADVERTISEMENT