Valsad News: વલસાડના ધરમપુરમાં આવેલા આવધા ગામમાં સ્કૂલ બસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ સમયે બસમાં સદનશીબે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અંદર હાજર હતા, આથી મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી. આગની ઘટનામાં આખી સ્કૂલ બસ સળગીને રાખ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
પીકનીક પર જતા સ્કૂલ બસમાં આગ
સેલવાસ સમરવરણી ખાતે આવેલ લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો વિલ્સન હિલ ખાતે પીકનીક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ધરમપુરના આવધા ખાતે નાસ્તો કરવા માટે બસ ઉભી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવામાં માટે બસની નીચે ઉતરી ગયા હતા. તે દરમિયાન અચાનક કોઈ કારણોસર સ્કૂલ બસમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. સ્કૂલ બસની આગળના ભાગે આગ લાગતા બસ આખી બળીને રાખ થઈ ગઈ હતી.
મોટી દુર્ઘટના થતા ટળી
જોકે સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બસની બહાર હોવાથી અને બસમાં કોઈપણ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આગની ઘટના જાણ ધરમપુર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્કૂલ બસમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો ઘટના સમયે વિદ્યાર્થીઓ બસમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
(ઈનપુટ: કૌશિક જોષી, વલસાડ)
ADVERTISEMENT