Valsad News: ડી.પી. પટેલ સ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમમાં પોલ ધરાશાયી, 4 વિદ્યાર્થીઓ ઘાયલ

Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામમાં આવેલી ડી પી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી દરમ્યાન શાળામાં ધ્વજ વંદન કરવા માટે…

gujarattak
follow google news

Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામમાં આવેલી ડી પી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી દરમ્યાન શાળામાં ધ્વજ વંદન કરવા માટે લગાવેલા પોલ સાથે દોરડું બાંધી મટકી બાંધી હતી. જે બાદ બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે મટકી ફોડી રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ માનવ પિરામિડ બનાવી મટકી ફોડી નાખ્યા બાદ લોખંડનો પોલ ધરાશાયી થતા 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આકસ્મિત બનેલી ઘટનાને લઈને શાળાના આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. હાલ બાળકોની હાલત સ્ટેબલ છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

શાળાના વિદ્યાર્થીઓ ઉજવી રહ્યા હતા મટકીફોડ કાર્યક્રમ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામની ડી.પી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવની કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને મટકી કોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં મટકી ફોડવા માટે એક દિરડું શાળા સાથે અને બીજો છેડો શાળાના ગ્રાઉન્ડ ધ્વજવંદન કરવા માટે લગાવેલા લોખંડના પોલ સાથે બાંધવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓના હસ્તે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવી હતી. મટકી ફૂટી ગયા બાદ વિદ્યાર્થીઓ નીચે ઉતરવા જતા લોખંડના પોલ સાથે બાંધેલું દોરડુ ખેંચાવવાથી લોખંડનો પોલ નીચેથી તૂટી પડ્યો હતો. આ સમયે મટકી ફોડ કાર્યક્રમ જોવા માટે ઉભેલા શાળાના 4 વિદ્યાર્થીઓ ઉપર પોલ પડતા ઇજા પહોંચી હતી.

G20 Summit: ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિની તસવીર વાયરલ, લોકો કરી રહ્યા છે પ્રશંસા

શાળાના આચાર્ય મનીષ પટેલે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક આચાર્ય અને શિક્ષકો પારડી મોહનદયાળ હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને તબીબે માથામાં વાગવાના કારણે સીટી સ્કેન કર્યું હતું. જો કે સમગ્ર મટકી ફોડ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

    follow whatsapp