કૌશીક જોશી.વલસાડઃ વલસાડના ધરમપુર તાલુકાના તામછડી ગામે મળેલી લાશની હત્યાનો ભેદ ઉકેલાયો પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ લાશ અને લોહીવાળું ગાદલું સગેવગે કરીને લાશને ફેંકી દીધી હોવાનું પોલીસ સામે કબુલ્યું છે. પોલીસે પણ તમામની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે. હવે જે પતિને મારીને પ્રેમીને પામવા માગતી હતી તેને અલગ અલગ જેલમાં રહેવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
ગૌતમ અદાણી 24,733 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં, તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન
કેવી રીતે કરી હતી હત્યા? પોલીસ સામે બધુ કબુલ્યું
ધરમપુર વિસ્તારના તામછડી મોટી કોરવાડ ગામ તરફ જતા રોડની સાઈડમાંથી એક અજાણ્યા પુરુષનું મર્ડર કરી પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ સમગ્ર મામલાની તપાસ દરમિયાન ધરમપુર પોલીસના કોન્સ્ટેબલ દ્વારા આ લાશની ઓળખ કરવામાં આવી હતી. જેમાં આ લાશ નાની વહિયાળ બરફટા ફળિયા ખાતે રહેતા મુકેશ બુધિયાભાઈ પટેલની હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલાની તપાસ દરમિયાન ધરમપુર પોલીસને માહિતી મળી હતી કે, મરણ જનાર મુકેશ બુધિયાભાઈ પટેલને અને તેમની પત્ની દિવ્યાની પટેલ છેલ્લા ત્રણ વર્ષ અલગ રહે છે અને તેના પ્રેમી સંજય બિન્દા પંડિત સાથે રહેતી આવી છે અને મુકેશ પાસે છૂટાછેડાની માંગણી કરી રહી હતી. જેને લઈને ધરમપુર પોલીસ દ્વારા શંકાના આધારે પોલીસ સ્ટેશન લાવી પત્ની દિવ્યાની પટેલની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે ગુનો કબૂલ્યો ન હતો. ત્યારબાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરાવતા તે ભાંગી પડી હતી અને તેણે જ તેના પતિનું મર્ડર કર્યું હોવાનું કબૂલ્યું હતું. મરણ જનારના પત્ની દિવ્યાની બેન અવારનવાર છૂટાછેડાની માંગણી કરતી હતી પરંતુ મરણ જનાર મુકેશ પટેલ છુટાછેડા આપવાના પાડતા હતા. જેની અદાવત રાખી તેને ઘરે બોલાવી કુલ્હાડીના ઘા મારી મોત નિપજવ્યું હતું. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમી સંજય પંડિતને ઘરે બોલાવી લાશ ઠેકાણે લગાડવા માટે મીણિયા થેલાઓ મંગાવી અને લાશને થેલામાં ભરી લોહીવાળો ગાદલુ અને તકિયા સહિત વસ્તુઓને અન્ય કોથળામાં ભરી જે એક્ટિવા મોપેડ પર ભરીને નાની વાહિયાળ થીમોટી કોરવડ ગામ સુધી લઇ જવા માટે નીકળ્યા હતા. જે બાદ રસ્તામાં સંજય પંડિતના મિત્ર જય કુમાર રેવલુભાઈ ગાવીતને મદદ માટે બોલાવેલો હતો. જે આવતા ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારી કરી લાશ ભરેલો કોથળો એક્ટિવા ઉપર લઈ જઈ તામછડીથી કોરવડ ગામ જતા રસ્તાની બાજુમાં લાશને ફેંકી દઈ ગુનો કર્યાની કબુલાત કરી હતી. આ ત્રણેય આરોપીઓની અટક કરી હાલ વધુ તપાસ ધરમપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT