કૌશિક જોશી.વલસાડઃ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા જર્જરિત વૃંદાવન એપાર્ટમેન્ટની પાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે. જેમાં બિલ્ડીંગ ક્ષણમાં તૂટી પડ્યું હતું. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ફક્ત થોડી જ સેકંડમાં આખી ઈમારત પડી ગઈ હતી.
ADVERTISEMENT
જુનાગઢમાં જર્જરિત ઇમારત ધરાશાયી થવા મામલે 3 કલાક થઈ મિટિંગ, નિષ્કર્ષમાં કોઈએ જવાબદારી ના સ્વિકારી
લોકોએ બચાવવ્યા બે વ્યક્તિને
બે દિવસ અગાઉ વલસાડના તિથલ રોડ ઉપર વૃંદાવન એપાર્ટમેન્ટની બાલકનીનો સ્લેબ ધારાશાહી થવાની ઘટના બની હતી. ઘટનાને પગલે બે લોકો દુકાનમાં ફસાયા હતા. જેમને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બનતાની સાથે પાલિકા મામલતદાર સીટીપીઆઈ સહિતનો અધિકારીઓનો કામલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વૃંદાવન એપાર્ટમેન્ટમાં દુકાનધારકો તથા ઘર ધારકોને બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
ઘટના બનતાની સાથે પાલિકા તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં જોવા મળી હતી અને દુકાન સંચાલકો દ્વારા દુકાન ખાલી કરાતાની સાથે જ હીટાચી મશીન વડે બ્રેકર લઈ વૃંદાવન એપાર્ટમેન્ટની ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી. વલસાડના તિથલ રોડ ઉપર લોહાણા સમાજ હોલથી પાલીહિલ જતા માર્ગને બંધ કરી બેરીગેટિંગ કરીને પોલીસ બંદોબસ્ત વચ્ચે વૃંદાવન એપાર્ટમેન્ટની ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં આજરોજ આ બિલ્ડીંગને તોડી પાડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT