Valsad News: રાજ્યમાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગમાં ચોરી કરતા ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે. વલસાડમાં સેંકડો મહેમાનોની હાજરીમાં લગ્નની ચોરી સામેથી જ લાખોના દાગીના ભરેલી બેગ ચોરાઈ ગઈ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં ચોરીની સામે મહેમાનો માટેના સોફામાં બેઠેલો ગઠિયો પરિજનોની નજર સામેથી જ બેગ લઈ જતા દેખાય છે.
ADVERTISEMENT
લગ્ન મંડપની સામેથી બેગની ચોરી
વલસાડના ઉમરગામના નાહુલી ગામમાં રવિવાર એક લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્યાને ચડાવવા માટે 23 તોલા સોનાના દાગીના પણ લવાયા હતા જેને એક બેગમાં રાખવામાં આવ્યા હતા. એક બાજુ લગ્નની શરણાઈ વાગી રહી હતી અને પરિજનોના લગ્નની વિધિમાં વ્યસ્ત હતા, આ વચ્ચે જાનૈયા બનીને લગ્નમાં આવી ગયેલો ગઠિયો સૌ કોઈની નજર ચૂકવીને દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો.
મંગળસૂત્ર માટે બેગ શોધતા ખબર પડી
જોકે લગ્નની વિધિ દરમિયાન કન્યાને મંગળસૂત્ર પહેરાવાનો સમય આવ્યો ત્યારે દાગીના ભરેલી બેગ જ ગાયબ હતી. આખરે સીસીટીવી ચેક કરતા લગ્ન મંડપની ચોરી સામે સોફામાં બેઠેલો ગઠિયો જ બેગ લઈને જતા દેખાય છે. લગ્નમાં ચોરીની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી.
(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT