Valsad News: વલસાડમાં એક પોલીસ ફરિયાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 વર્ષના પુત્રનો કાર ચલાવતો વીડિયો સ્ટેટસમાં મૂકનારી પત્ની સામે પતિએ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ બાળકે કાર ચલાવતા અન્ય લોકોના જીવને જોખમ હોઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
વોટ્સએપ સ્ટેટસ જેલની હવા ખવડાવશે!
વિગતો મુજબ, સુરતમાં કતારગામ દરવાજા ખાતે રહેતા જેનિશ રાઠોડ કન્સ્ટ્રક્શન સુપરવાઈઝ તરીકે નોકરી કરે છે. જેનિશ રાઠોડે પોતાની પત્ની સામે પારડી પોલીસ સ્ટેશનમાં મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહ્યું હતું કે, ગત 2 ઓગસ્ટ 2023ના રોજ પત્ની ખુશ્બુ અને પુત્ર સાઢુભાઈ નીરવ સાથે કારમાં દમણ ફરવા માટે ગયા હતા.
દમણમાં પુત્રએ કાર ચલાવતા પિતા રોષે ભરાયા
આ બાદ બીજા દિવસે ખુશ્બુએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં એક વીડિયો મૂક્યો હતો. જેમાં તેમનો પુત્ર સાઢુભાઈના ખોળામાં બેઠેલો છે અને કારનું સ્ટીયરિંગ પકડીને તેને ચલાવી રહ્યો છે. જ્યારે બાજુની સીટમાંથી તેનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે. જેને લઈને પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પત્ની ખુશ્બુ અને સાઢુભાઈ નીરવ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT