કૌશિક જોશી/વલસાડ: વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં મારામારીની ઘટના સામે આવી છે. કોંગ્રેસના કાર્યાલયમાં કાર્યક્રમના આમંત્રણ મામલે કાર્યકરો અને મીડિયા કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેણે બાદમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ કોંગ્રેસના એક કાર્યકરે પત્રકારને લાત પણ મારી હતી. કાર્યકર્તાઓ અને મીડિયા વચ્ચેની ઝપાઝપીની ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યાલય પર આમંત્રણ બાબતે વાતચીત કરતા પત્રકારો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુત્ર તેમજ તેના સાથી મિત્રોએ પત્રકારો સાથે ગાળા ગાળી કરીને ધક્કા મૂકી કરી હતી. સાથે જ દાદાગીરી કરીને લાતો મારી હતી. આ બાદમાં ‘કાર્યક્રમનું કવરેજ ન કરશો તો પણ ચાલશે’ પણ કહ્યું હતું જેનો પત્રકારોએ વિરોધ કર્યો હતો.
પોલીસે 3 લોકોની ધરપકડ કરી
મામલો ગરમાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મારામારી કરનારા ત્રણ યુવકોને પડીને હાલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT