કૌશિક જોશી.વલસાડઃ વલસાડ શહેરમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે વલસાડના દાણા બજાર, છીપવાડ, તેમજ અન્ય સોસાયટી સાથે અન્ય ઘણા વિસ્તારમાં પાણી ભરાયા સાથે 40 ગામોને જોડતો મુખ્ય અંદર પાસ થયો બંધ થયા હતા. વલસાડ શહેરના મુખ્ય વિસ્તારોને જોડતા અંડરપાસના બંધ થઈ જવાથી લોકોનો જાણે કે એક સંપર્ક જ તૂટી ગયો હોય તેવી દશા થઈ હતી.
ADVERTISEMENT
આબુ જવાનું પ્લાનીંગ હોય તો જોઈ લેજો આ Video, ટ્રાફિક જામમાં મજા સજામાં ના ફેરવાઈ જાય
પહેલા જ વરસાદમાં આ દશા થતા વેપારીઓ ચિંતામાં
વલસાડ શહેરમાં વહેલી સવારથી મેઘ તાંડવ જોવા મળ્યું હતું. વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવા પામ્યા છે. વલસાડ શહેરમાં આવેલા દાણા બજારમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જાવના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. પાલિકા દ્રારા લાખો રૂપિયાનો ખર્ચ કરી દાણા બજારમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં દાણા વિસ્તારમાં પાણી ભરાય જવા પામ્યા હતા. સાથે જો વાત કરી તો વલસાડ શહેર અને 40 ગામોને જોડતા મુખ્ય અંદર પાસમાં પાણી ભરાય જવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ અટવાયો હતો.
ADVERTISEMENT