વલસાડમાં રોડની વચ્ચોવચ ઢોરનો જમાવડો, ફુલ સ્પીડે બુલેટ અથડાતા બાઈક સવાર હવામાં ફંગોળાયા

વલસાડ: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાં હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ કોઈ સુધારો આવી રહ્યો નથી. શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરની અડફેટે આવવાથી અનેક લોકોએ પોતાના જીવ…

gujarattak
follow google news

વલસાડ: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાં હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ કોઈ સુધારો આવી રહ્યો નથી. શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરની અડફેટે આવવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વલસાડના ધરમપુર ખાતે વધુ એક અકસ્માત રસ્તાની વચ્ચોવચ બેઠેલા ઢોરના કારણે સર્જાયો હતો, જે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

વિગતો મુજબ, વલસાડના ધરમપુરમાં બાઈક સવાર બે યુવકો રાતના અંધારામાં જઈ રહ્યા હતા. આ સમયે રોડની વચ્ચોવચ જ ચાર જેટલી ગાય બેઠી હોય છે. યુવકનું બાઈક ગાયને અથડાતા તે જોરથી હવામાં ફંગાળાઈને રોડ પર પડી જાય છે. તો ગાયને પણ ઈજા થાય છે. ઘટનામાં બંને યુવકોને પણ ઈજા પહોંચી છે. જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

નોંધનીય છે કે, શહેરોમાં રોડની વચ્ચો વચ સર્કલ પર, ફૂટપાથ પર તથા ડિવાઈડર કે શાકમાર્કેટના સ્થળોએ રખડતા ઢોરનો જમાવડો જોવા મળે છે. ત્યારે ઘણીવાર વાહન ચાલકો આ રીતે ઢોરની અડફેટે આવતા ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક કિસ્સામાં તેમના મોત પણ થયા છે. ત્યારે વધુ આ પ્રકારની ઘટનાથી લોકોમાં રખડતા ઢોરને દૂર કરવા તંત્રની નિષ્ફળતા સામે રોષ ભભૂકી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ અકસ્માતની ઘટના સામે પોલીસ કે તંત્ર ઢોર માલિક સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ?

    follow whatsapp