Valsad Accident News: વલસાડના ધરમપુરમાં અકસ્માતની ખબર સામે આવી રહી છે. ધરમપુરના રાજપુરીના જંગલ ગામે મુસાફરો ભરેલી રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં રીક્ષામાં સવાર 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઢાળ ઉતરતા બ્રેક જ ન લાગી
વિગતો મુજબ, વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા રાજપુરી જંગલ ખાતે મુસાફરો ભરીને જતી છકડો રીક્ષાની ઢાળ ઉતરતા સમયે બ્રેક ન લાગતા 10 ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી. અકસ્માતમાં છકડામાં બેઠેલા 10 જેટલા પેસેન્જરો પણ નીચે ખાબક્યા હતા. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા 2 મુસાફરોના મોત થઈ ગયા, તો અન્ય 8 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. તો મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT