ગાંધીનગરઃ પહેલા મંત્રી મંડળમાંથી હટાવાયા તે પછી જુના મંત્રી મંડળના નેતાઓની ટિકિટને લઈને ભારે ચર્ચાઓ હતી. જોકે આ નેતાઓ પૈકીના કેટલાક નેતાઓએ તો જાતે જ સરકી જવાનું મુનાસીબ માન્યું છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા પોતે ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તે પછી હવે સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે કે વિભાવરીબેન દવે અને વલ્લભ કાક્કડિયા પણ આગામી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી ઈચ્છતા નથી. જોકે રાજકીય પંડીતોનું માનીએ તો આ નિર્ણયની જાહેરાત નેતાઓ દ્વારા ભલે કરાઈ હોય પરંતુ તેની પાછળ હાઈ કમાન્ડનો દોરી સંચાર હોવો જોઈએ.
ADVERTISEMENT
ગુજરાત ભાજપના સૌથી મોટા સમાચાર
બુધવારની મોડી સાંજે ભાજપમાં ભુકંપ આવ્યો છે. વિજય રૂપાણી સરકારનું આખુમંત્રી મંડળ ચૂંટણી નહીં લડે તેવી વિગતો મળી રહી છે. ઉપરાંત 25 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે તેવી પણ માહિતી મળી રહી છે. બોટાદથી સૌરભ પટેલ, ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા વટવા, મહેસાણાથી નીતિન પટેલ, સહિત કુલ 8 મંત્રીઓ ચૂંટણી નહીં લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
વિભાવરીબેન અને વલ્લભભાઈ અંગે ટુંકમાં જાણીએ
વિભાવરીબેન દવે ભાવગર પૂર્વના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ભાજપના કદાવર નેતાઓમાં ગણાતા હોવા ઉપરાંત તેઓ અગાઉ વિજય રુપાણી સરકારમાં મંત્રી પણ હતા. તેઓ મહિલા અને બાળ કલ્યાણ ઉપરાંત યાત્રાધામ વિભાગના પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. કામને લઈ તેમની મક્કમતાને લઈને તેમને ‘ડંકાવાળા બેન’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ઉપરાંત વલ્લભ કાક્કડિયા પણ ભાજપના કદાવર નેતાઓમાં ગણના પામનારા નેતા છે. તેઓ અમદાવાદની ઠક્કરબાપા નગર બેઠકથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. મૂળ અમરેલીમાં જન્મેલા વલ્લભ કાકડિયા હિરા, રિયલ એસ્ટેટ અને ખેતી સાથે પણ જોડાયેલા છે. તેઓ રુપાણી સરકાર દરમિયાન વાહનવ્યવહાર મંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.
ટિકિટ કપાય તે લગભગ નક્કી હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણીમાં ટિકિટ ન અપાય તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. તેવામાં નીતિન પટેલ અને વિજય રૂપાણી એટલે કે ગુજરાતની પૂર્વ સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પોતે જ પોતાના નામ પરત ખેંચીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. તેમની બંન્ને સામે લોકોમાં ભારે આક્રોશ હતો. આ આક્રોશના ભાગરૂપે જ તેમની સરકારના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બંન્ને નેતાઓ સાઇડ લાઇન થઇ ચુક્યા હતા. જેથી આખરે તેઓ ધારાસભ્ય રહે તેવી શક્યતા હતી.
ADVERTISEMENT