વલસાડઃ મામલતદારના મનમાં ફૂટ્યા 5 લાખ કમાઈ લેવાના લાડુ, પણ થઈ ગયો કચરો

Urvish Patel

23 May 2023 (अपडेटेड: May 23 2023 4:23 PM)

વલસાડઃ વલસાડના ઉમરગામ તાલુકાના મામલતદારને કાળી કમાણીનો 5 લાખ રૂપિયાનો લાડુ દેખાઈ જતા મનમાં ઉમળકા ઉભરાયા હતા પરંતુ લાલચમાં આંધળા થયેલાને ક્યાં કાંઈ બીજું દેખાય,…

Valdad, Umargam, Mamlatdar, acb raid, Bribe case

Valdad, Umargam, Mamlatdar, acb raid, Bribe case

follow google news

વલસાડઃ વલસાડના ઉમરગામ તાલુકાના મામલતદારને કાળી કમાણીનો 5 લાખ રૂપિયાનો લાડુ દેખાઈ જતા મનમાં ઉમળકા ઉભરાયા હતા પરંતુ લાલચમાં આંધળા થયેલાને ક્યાં કાંઈ બીજું દેખાય, બસ તેવું જ આ મામલતદાર સાથે પણ થયું અને લાલચના આંખે લાગેલા પાટામાં તેને એસીબીનું છટકું દેખાયું નહીં અને ઉંદર પાંજરામાં પુરાઈ જાય તેમ ફટાક કરતા એસીબીના હાથે પકડાઈ ગયો હતો.

આ પણ વાંચો

ગુજરાતમાં 5,000 કરોડનું મૂડી રોકાણ કરશે આ કંપનીઃ CMની અધ્યક્ષતામાં સંપન્ન થયા MOU

કેવી રીતે પકડાયો
આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર એક વ્યક્તિ કે જેણે એસીબીને આ અંગે જાણ કરી હતી, તે ફરિયાદીએ ઉમરગામ તાલુકાની જમીનમાં વારસાઇ કરાવવા માટે અરજી કરી હતી. તે જમીનમાં થર્ડ પાર્ટીનો દાવો ચાલી આવતો હતો. જેથી આ જમીનમાં વારસાઇ કરાવવા તકરારી મેટર બની હતી. જે તકરારી મેટરનો નિકાલ કરવા થર્ડ પાર્ટીનો ચાલી આવતો દાવો ફરિયાદીના તરફેણમાં હુકમ કરવા મામલતદાર અમિત જનકભાઇ ઝડફીયા દ્વારા રૂ.૫,૦૦,૦૦૦/- ની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા, તેથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરિયાદ આપી હતી. જેના આધારે આજે મંગળવારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે આ લાંચથી અંધ બનેલા મામલતદાર અમિતને દેખાયું ન હતું. જેના કારણે આ તેણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચ સ્વીકારી સ્થળ ઉપર જ રંગે હાથ પકડાઈ ગયો હતો. ઉપરોક્ત મામલતદારને એ.સી.બી.એ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનુપટઃ કૌશિક જોશી, વલસાડ)

    follow whatsapp