વડોદરા: ભારતમાં હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યામાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા પાસે પોતાની જ વડોદરા રાજ્ય પાસે પોતાની એરફોર્સ હતી. જેમાં ફાયર પીટ નામના 15 થી 17 વિમાનોની સ્કવોડ્રનનો સમાવેશ થતો હતો. આ એરફોર્સ પાસે પોતાનો સિમ્બોલ પણ હતો. બીજા વિશ્વયુદ્ધમાં વડોદરા રાજ્યની એરફોર્સના વિમાનોનો ઉપયોગ બ્રિટને જર્મની સામે લડવા માટે કર્યો હતો. દુનિયાનું પહેલું વિમાન રાઈટ બ્રધર્સે બનાવીને ઉડાડયુ તેવું મનાય છે. મહારાજા પ્રતાપસિંહ વડોદરાથી એરફોર્સનું વિમાન ઉડાવીને કરાંચી લઇ ગયા હતા, ત્યાં યુદ્ધ જહાજની તાલીમ આપી હતી અને ત્યારબાદ એરફોર્સના જવાનોએ બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
વડોદરામાં એવિએશન સેકટરના રસપ્રદ ઈતિહાસને દર્શાવતું એક પ્રદર્શન એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં 3 દિવસ જાહેર જનતા માટે યોજાયુ છે. તેમાં વડોદરામાં બનેલું જર્મન ગ્લાઈડર અને તેને બનાવવા માટેની મશીનરી બાદમાં ટેકનોલોજી ફેકલ્ટીને આપી દેવામાં આવી હતી. આ ગ્લાઈડર અને મશિનરી આજે પણ ટેકનોલોજી ફેકલ્ટીમાં છે અને તેને પણ પ્રદર્શિત કરવામાં આવી છે.વ આર્ટ હિસ્ટ્રોરીયન ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે વડોદરા સ્ટેટ પાસે પોતાની એરફોર્સ હતી. જે 1932 માં બની હતી. 1942માં મહારાજા પ્રતાપસિંહએ સુપરમરીન સ્પિટફાયર નામનું ફાઇટર પ્લેન લીધું હતું.
આઝાદી પહેલા વડોદરા રાજ્ય પાસે પોતાની એરફોર્સ હતી
વડોદરાની વાત કરવામાં આવે તો એવિએશન સેક્ટર સાથે વડોદરાનો નાતો બહુ જૂનો રહ્યો છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે, આઝાદી પહેલા વડોદરા રાજ્ય પાસે પોતાની એરફોર્સ હતી અને વડોદરામાં ગ્લાઈડર બનાવવાની ફેક્ટરી પણ સ્થપાઈ હતી. મહારાજા પ્રતાપસિંહ વડોદરાથી એરફોર્સનું વિમાન ઉડાવીને કરાંચી લઇ ગયા હતા. કરાચીમાં યુદ્ધ જહાજની તાલીમ આપી હતી. ત્યારબાદ વડોદરા એરફોર્સના જવાનોએ બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો. જે રોયલ એરફોર્સ બરોડા સ્કોર્ડનના નામે સામેલ હતું. જે જર્મની સામે બીજા વિશ્વ યુધ્ધમાં પણ સામેલ થયું હતું. જેને વડોદરા એરોડ્રોમ ખાતે ઉભું રાખવામાં આવતું હતું. બાદમાં વર્તમાન ટેકનોલોજ ફેકલ્ટી જે કલાભવન નામથી શરૂ કરાઇ હતી ત્યાં 1951માં વિદ્યાર્થીઓને શીખવા માટે આપી દેવામાં આવ્યું હતું.
વિશ્વના પ્રથમ પ્લેનના ઉડ્ડયનના મહારાજા સાક્ષી હતા
દુનિયાનું સૌ-પ્રથમ પ્લેન શીવાકર બાપુજી તલપડે દ્વારા તૈયાર કરાવામાં આવ્યું હતું. મુંબઇના બીચ પર જયારે તેને ઉડાવવામાં આવ્યું હતું તે સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વધુ રીસર્ચ માટે ફંડ પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું.
વર્ષ 1927 માં પહેલું પ્લેન લીધું હતું
દુનિયાના પહેલા વિમાનની ઉડાનનો અહેવાલ તે સમયે લોકમાન્ય ટિળકના અખબાર કેસરી માં પણ છપાયો હતો. મહારાજા સયાજીરાવે 1927 માં પહેલું પ્લેન યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં ખરીદ્યું હતું.તેને ઓસ્ટ્રેલિયામાં જ મુકી રખાયું. 1930માં વડોદરામાં એરપોર્ટ બનાવવા માટે જગ્યાની શોધખોળ શરૂ કરાઈ હતી. 1937 માં આજનું હરણી એરપોર્ટ કાર્યરત થયું. જે તે સમયે તેને હરણી એરોડ્રામ તરીકે ઓળખવામાં આવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT