ભડકાઉ ભાષણને લઈ વડોદરા VHP સહમંત્રી રોહન શાહની ધરપકડ, જાણો શું બોલ્યા હતા

વડોદરા: શહેરમાં થયેલા પથ્થરમારાને રાજ્યનું ગૃહવિભાગ એક્શન મોડ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર દ્વારા રચાયેલી SIT, ક્રાઇમ બ્રાંચના DCPની અધ્યક્ષતામાં તપાસ કરશે. ત્યારે…

gujarattak
follow google news

વડોદરા: શહેરમાં થયેલા પથ્થરમારાને રાજ્યનું ગૃહવિભાગ એક્શન મોડ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર દ્વારા રચાયેલી SIT, ક્રાઇમ બ્રાંચના DCPની અધ્યક્ષતામાં તપાસ કરશે. ત્યારે વડોદરામાં પથ્થર મારાની ઘટનાને લઈ વડોદરામાં વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન કમલેશ શાહની અટકાયત કરવામાં આવી છે.

વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારાની ઘટનાને લઈ દેશભરમાં પડઘા પડ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન કમલેશ શાહની અટકાયત કરાઈ છે. રોહન શાહ સહિત VHPના અન્ય સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.ઉશકેરણીજનક ઉચ્ચારણો બાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.

જાણો શું કહ્યું હતું
વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન શાહે નિવેદન આપ્યું હતું કે, રામયાત્રા પર પથ્થર મારનાર વિરોધીઓને છોડશું નહીં. અમારા એક પણ કાર્યકરની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે. દેશ વિરોધીઓને 2002ના તોફાનો યાદ આપવી દઇશું. તેમણે કર્ણાવતીમાં પોલીસને દોડાવીને મારી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારે પથ્થરમારાની ઘટનાની તપાસ માટે પોલીસની ખાસ સમિતિની રચાઇ હતી, પરંતુ એક જ કોમના લોકોની ધરપકડ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: Vadodara: પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ તંત્ર એક્શન મોડ પર, 3 PIની બદલી

નોંધવામાં આવી ફરિયાદ
ત્યારે પોલીસ દ્વારા શનિવારે અટકાયત કરવામાં આવી છે ત્યારે ક્રાઈમ બ્રાંન્ચ ખાતે રોહન શાહની પૂછપરછ ચાલી રહી છે. રોહન શાહની સાથે અન્ય કેટલાક લોકોની પણ તપાસ ચાલી રહી છે. પથ્થરમારાની ઘટના બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વિશ્વ હિન્દુ પરિષદના નેતા સહિતના લોકો સામે પોલીસ ફરિયા નોંધી છે.   રોહન કમલેશ શાહ વિરુદ્ધ IPC કલમ 153A મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp