વડોદરામાંઃ બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક નમી પડ્યોઃ તંત્ર દોડતું- Video

Vadodara News: અમદાવાદ-મુંબઇ (Ahmedabad-Mumbai) વચ્ચે બની રહેલા હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ (hi-speed rail project)ની દેશ ભરમાં ચર્ચા થઇ રહીં છે. બુલેટ ટ્રેન (bullet train) પ્રોજેક્ટની…

gujarattak
follow google news

Vadodara News: અમદાવાદ-મુંબઇ (Ahmedabad-Mumbai) વચ્ચે બની રહેલા હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ (hi-speed rail project)ની દેશ ભરમાં ચર્ચા થઇ રહીં છે. બુલેટ ટ્રેન (bullet train) પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના 8 સ્ટેશન છે. જેમાં એક વડોદરા સ્ટેશન પણ છે. ત્યારે બુલેટ ટ્રેનની પૂરજોશમાં ચાલી રહેલી કામગીરી વચ્ચે અચાનક વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે બની નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું છે. પીલ્લર એક તરફ નમી પડતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

પ્રોજેક્ટ પર પુરતું ધ્યાન રખાઈ રહ્યું છે તો ઘટના કેમ ઘટી?

વડોદરા સ્થિત વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી બુલેટ મુંબઇથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઇ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રીજની ઉપરથી પસાર થનાર હોય, તેની માટે પીલ્લર ઉભા કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઇ પણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Chandrayaan 3ની સિદ્ધિમાં પોતાની પ્રસિદ્ધિ કરનાર નીકળ્યો ‘ફેંકુ’- સુરત પોલીસે કરી ધરપકડ

પરંતુ શહેરમાં ના આજે વાવાઝુડુ આવ્યું છે કે, ના પછી વરસાદી માહોલ છે, છતાંય વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક એક તરફ નમી પડતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ અંગેની જાણ હાઇ સ્પીડ રેલ તંત્રને થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી પહોંચ્યાં છે. નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતાં તેની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે જોવાનુ રહ્યું કે, આ અંગે હાઇ સ્પીડ રેલ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp