વડોદરાઃ વડોદરામાં રામનવમીના દિવસે ફતેપુરા વિસ્તારમાંથી નીકળી રહેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. જેમાં બે ધર્મો વચ્ચે માહોલ બગડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આવા એ દિવસે બે બનાવો બન્યા હતા. જોકે પોલીસે ફોર્સ વધારવાથી લઈને, સીસીટીવી સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરીને મામલો કાયદાના કાબુમાં લાવી દીધો હતો. પોલીસે આ મામલામાં કુલ 23 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ આરોપીને ગતરોજ કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.જ્યારે આજે 18 આરોપીઓની જામીન અરજી પર કોર્ટે નનૈયો આપતા તેમની અરજી ફગાવી દેવાઈ છે.
ADVERTISEMENT
‘એક સિદ્ધૂ મરાવી નાખ્યો, બીજો પણ મરવા દો…’ જેલથી બહાર આવતા જ વરસ્યા, રાહુલને કહ્યા
VHP નેતા સામે કાર્યવાહી, અન્ય શખ્સોની શોધ
વડોદરા પોલીસે રામનવમીના દિવસે ફતેપુરા વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રા મામલે 23 લોકોની ધરપકડ કરી હતી. કોર્ટે આજે 18 આરોપીના જામીન ફગાવી દીધા છે. 5 આરોપીઓને 2 એપ્રીલ બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. જામીન અરજી ફગાવાતા આ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા.
વડોદરામાં પથ્થરમારા દરમિયાન ઉશ્કેરણી જનક ભાષણ આપવા બદલ વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ)ના નેતા રોહન કમલેશ શાહની પોલીસે અટકાયત કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચે રોહન શાહની પુછપરછ કરી હતી. સાથે જ તેની સાથે રહેલા અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો રોહન સામે આરોપ છે.
ADVERTISEMENT