વડોદરામાં એડિશનલ પોલીસ કમિશનરની નવી પોસ્ટ ઊભી કરાઈઃ પથ્થરમારા બાદ નિર્ણય

વડોદરાઃ વડોદરામાં રામનવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. જે પછી ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા લો…

gujarattak
follow google news

વડોદરાઃ વડોદરામાં રામનવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. જે પછી ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા લો એન્ડ ઓર્ડર માટે એડિશનલ પોલીસ કમિશનરની નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ દ્વારા અહીં નવી પોસ્ટ ઊભી કરવા મામલે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગૃહ વિભાગે આ રજૂઆત પર વિચારણા કરીને શહેર પોલીસમાં અગાઉ જ્યાં એક એડિશનલ સીપીની પોસ્ટ હતી ત્યાં હવે બે એડી. સીપીની પોસ્ટ ઊભી કરવામાં આવી છે.

#DelhiMetro માં સનસની મચાવનારી બિકિની ગર્લની આ છે અસલ કહાની

ટુંક સમયમાં નવી પોસ્ટ પર કાર્યભાર સોંપાવાની શક્યતા
વડોદરામાં હાલમાં જ રામ નવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. આ ઘટનામાં પોલીસે 30થી વધારે આરોપીઓની ધરપકડ કરી હતી. 3 પીઆઈની પણ બદલી કરાઈ હતી. હજુ પણ પોલીસ વધુ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજમાં છે. ઉપરાંત અહીં તપાસમાં ખાસ એસઆઈટીની પણ રચના કરી દેવાઈ છે. ત્યારે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા શહેર પોલીસમાં નવા એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ છે. જોકે હજુ સુધી આ પોસ્ટ પર કોઈને કાર્યભાર સોંપાયો નથી પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર ટુંક સમયમાં અહીં તે નામ પણ જાહેર થઈ જશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp