Vadodara Navratri News: ગુજરાતમાં હમણાં હાર્ટ એટેકની ઘટનાઓએ લોકોને ચિંતામાં મુક્યા છે. આવી જ રીતે લોકોની આ ચિંતાને પોતાની ચિંતા ગણીને હવે ગરબા આયોજકોએ પણ તેની તકેદારીમાં પગલા માંડવા જરૂરી બન્યા છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં જાણીતા વડોદરાના યુનાઈટેડ વે ગરબાને લઈને ગરબા આયોજકોએ આવી જ રીતે લોકોની ચિંતા કરી છે. વડોદરામાં ગરબા મહોત્સવ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાર્ટ એટેકના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ વર્ષે મોટા મોટા આયોજનોમાં ડોકટરોની ટિમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.
ADVERTISEMENT
Heart Attack બન્યો ચિંતાજનકઃ રાજકોટમાં 5 યુવાનોને ભરખાઈ ગયા, આરોગ્ય વિભાગના
વિશેષ ટીમ ઊભી કરાઈ
ગરબા મહોત્ત્સવ શરુ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા ખાતે મોટા મોટા ગરબા આયોજનોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો જોવા મળ્યો છે ત્યારે આ વર્ષે ગરબા આયોજકો દ્વારા મેદાન ઉપર વિશેષ તબીબોની ટીમ તેમજ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાઓમાં સ્ટ્રેસના કારણે અથવા તો ડિહાઈડ્રેશનના કારણે હાર્ટ એટેક આવવાનું તારણ નીકળી રહ્યું છે ત્યારે ગરબા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવશે. એટલું જ નહિ હાલમાં સ્વયં સેવકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેથી કદાચ આવો કોઈ બનાવ બને તો પ્રાથમિક સારવાર આપી શકાય.
ADVERTISEMENT