Gujarat માં સરકારની આંખો ખોલવા માટે લોહી રેડવું જરૂરી પછી જ ખુલે છે આંખો

વડોદરાના એક જાગૃત નાગરિક દ્વારા વારંવાર કોર્પોરેશનને કરાઇ હતી જાણ વડોદરાના કમિશ્નરને હરણી લેકની બેદરકારી બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી વડોદરા કમિશ્નર કે કોઇ રાજકીય…

Harni lake tregedy

Harni lake tregedy

follow google news
  • વડોદરાના એક જાગૃત નાગરિક દ્વારા વારંવાર કોર્પોરેશનને કરાઇ હતી જાણ
  • વડોદરાના કમિશ્નરને હરણી લેકની બેદરકારી બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી
  • વડોદરા કમિશ્નર કે કોઇ રાજકીય હસ્તીએ જાગૃત નાગરિકની વાત પર ધ્યાન આપ્યું નહી

Students drowned in Vadodara’s Harani Lake : ગુજરાતમાં સરકારને વારંવાર રજુઆતો કરવા છતા પણ સરકાર અને સ્થાનિક તંત્ર પોતાની જ મોજમાં હોય છે. વડોદરાના (Vadodara)એક જાગૃત નાગરિક અને એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ આ અંગે વડોદરા નગરપાલિકાને  (Vadodara municipal corporation) પત્ર લખીને જાણ કરી હતી. પી.વી મુરજાણીએ (P.V Murjani) 2021 અને 2022 માં સુરક્ષા સાધનો વિના ચાલી રહેલા બોટીંગ અંગે કમિશ્નરને નોટિસ પાઠવી હતી. જો કે કમિશ્નર પોતાના મદમાં હતા અને કોઇ મારુ શું બગાડી લેવાનું છે તેવા મદમાં આજે તેઓએ 12 થી પણ વધારે લોકોનાં જીવ લઇ લીધા છે.

Gujarat Boat Capsized : હરણી લેક (Harni lake) ઝોનમાં બોટ દુર્ઘટનાને (Harni lake tregedy) કારણે 15 લોકોનાં મોત થઇ ચુક્યા છે. બોટ ડુબી જવાની ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકોનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવી રહ્યા છે. જો કે આ ગંભીર બેદરકારી બાબતે અનેક વખત અગાઉ રજુઆતો થઇ હતી પરંતુ મળતીયા કોન્ટ્રાક્ટરોને ઘી મલાઇ ખવડાવવાની લ્હાયમાં નિંભર કોર્પોરેશન અને સરકારે આ બાબતે કોઇ જ ધ્યાન આપ્યું નહોતું. 156 સીટના મદમાં મ્હાલી રહેલી સરકારના પેટનું પાણી પણ હલ્યું ન્હોતું.

જાગૃત નાગરિક નામની એક સંસ્થા દ્વારા વડોદરા કમિશ્નરને આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. પી.વી મુરજાણી દ્વારા વારંવાર રજુઆતો કરવા છતા પણ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરી ન્હોતી. આ તમામ નિંભર અધિકારીઓ નિંભર સરકાર અને તમામ નિંભર લોકોએ આજે સંયુક્ત રીતે 15 લોકોની સ્પષ્ટ રીતે હત્યા કરી નાખી છે. અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. મોરબી જેવી મોટી હોનારત બની ગયા બાદ પણ સરકાર કે તંત્ર જાગ્યા નહોતા. સરકારે કોઇ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીની ગુલબાંગો મારવા સિવાય કોઇ કાર્ય કર્યું નહોતું. પોતે તો તસ્દી ન લીધી પરંતુ કોઇએ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો તેના પર પણ ધ્યાન આપ્યું નહોતું.

    follow whatsapp