Vadodara Harni Lake Tragedy: પરિવારનું હૈયાફાટ રુદન…આજે વડોદરામાં ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક ઝનાઝો

Vadodara Harni Lake Tragedy: વડોદરાની (Vadodara) ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ (Harni kand) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને…

gujarattak
follow google news

Vadodara Harni Lake Tragedy: વડોદરાની (Vadodara) ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ (Harni kand) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં 14 જિંગગી હોમાઈ જતા આખું વડોદરા હિબકે ચડ્યું છે. પરિવારજના પોતાના સ્વજનને ખોયા ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે.

બાળકી રોશનીની આજે અંતિમ યાત્રા

આ દુર્ઘટનામાં એક નાની બાળકી રોશની શિંદે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેની આજ રોજ વડોદરા ખાતે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. આ વિધાર્થીની ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું છે. બાળકી રોશનીના ઘરમાં ગઇકાલે અંધારૂ થઈ ગયું હોય તેવી ઘટના બની હતી. સમગ્ર વડોદરામાં આ આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક ઝનાઝો

વડોદરામાં આજે ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક ઝનાઝો નીકળી રહ્યો છે. આખું વડોદરા આજે શાંત થઈ ગયું હોય તેવો માહોલ બની ગયો છે. વડોદરામાં દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના સગાસંબંધી અને પાડોશી સાંત્વના આપવા માટે પહોંચી રહ્યાં છે.

અમારે ન્યાય જોઈએ છેઃ કલ્પેશભાઈ

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી વિશ્વા નિઝામાના માતા-પિતાને જ્યારે આની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી.  પિતા કલ્પેશભાઈ નિઝામાએ રડતાં-રડતાં પૌતાની હૈયાવરાળ કાઢતા કહ્યું હતું કે, ‘મારા કાળજાનો કટકો સ્વર્ગવાસ થઈ ગયો છે. જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.અમારે ન્યાય જોઈએ છે.’

આ મામલે અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ

ગઇકાલે આ ઘટના બન્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય વિભાગના મંત્રી હર્ષ સાંધવી પણ ત્યાં પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ સીએમ દ્વારા સાંત્વના આપવામાં આવી હતી કે દુર્ઘટના પર કડડક એક્શન લેવા આવશે. જે મામલે અત્યાર સુધીમાં 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને ત્રણ લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

    follow whatsapp