વડોદરા: વડોદરામાં હાલોલ રોડ પર ST બસ અને બાઈક વચ્ચે જીવલેણ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ગાંધીનગરથી પાવાગઢ જતી ST બસે બાઈકને અડફેટે લેતા તેના પર સવાર 3 યુવકોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈઓ હોવાની પણ વિગતો મળી રહી છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
ST બસની અટફેટે 3 યુવકોના મોત
પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના હાલોલ રોડ પર ગાંધીનગરથી પાવાગઢ જતી એસટી બસે કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે બાઈક સવાર 3 યુવકોને અડફેટે લીધા હતા. 3 મૃતક યુવાનો એક જ ગામના હતા અને તેમાંથી બે યુવકો સગા ભાઈ હતા. જ્યારે ત્રીજો મૃતક તેમનો મિત્ર હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. બીજી તરફ ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
એક જ ગામના યુવકોના મોતથી શોકનો માહોલ
પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, એક જ પરિવારના બે સગા ભાઈના મોતની ખબર મળતા પરિવારજનોએ રોકકળ કરી હતી. ગામમાં પણ 3-3 આશાસ્પદ યુવાનોના મોતથી શોકનો માહોલ છવાયો હતો.
ADVERTISEMENT