વડોદરાઃ ગોધરા શહેરના પોપટપુરા પાસે થયો અકસ્માત ગોધરા વડોદરા બાયપાસ પર તુપ્તી હોટલ પાસે થયો ખાનગી લકઝરીને થયો અકસ્માત બસ ચાલકે સ્ટિરિંગ પરનો કાબુ ગુમાવતા થયો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં બસમાં સવાર 15 લોકોને સહી સલામત બહાર કઢાયા હતા. ખાનગી લકઝરી બસ હાલોલની ખાનગી કંપનીના કર્મચારીઓને ગોધરાથી હાલોલ જઈ રહી હતી.
ADVERTISEMENT
મહાકાય મગરનું રેસ્ક્યૂ કરવા જતા મારી પૂંછડીની થપાટઃ જુઓ વડોદરાનો Live Video
વડોદરા અને ગોધરા શહેરના પોપટપુરા પાસે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અકસ્માત થયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. આ બસ ગોધરાથી હાલોલ જઈ રહી હતી. કંપનીના કર્મચારીઓને લઈને જતી આ બસમાં 15 વ્યક્તિ સવાર હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. દરમિયાન બસમાં સવાર લોકોને બારીમાંથી સલામત રીતે બહાર કઢાયા હતા. જોકે આ ચાલકે કેવી રીતે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો તે અંગે વધુ વિગત મેળવી શકાઈ નથી.
ADVERTISEMENT