વડોદરા : શહેરના વાસણામાં આવેલી દેવનગર સોસાયટીમાં ભયાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર ચાલી રહી છે. જો કે મૃતકોને મુખ્યમંત્રીએ 2-2 લાખ રૂપિયાની સહાય ચુકવવાની મોડી રાત્રે જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
વ્યસ્ત કાર્યક્રમ છતા મુખ્યમંત્રીએ ઘટના અંગે માહિતી મળતા જ સહાય જાહેર કરી
ગેસ સિલિન્ડર બ્લાસ્ટના મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. મૃતક પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી. અત્રે નોંધનીય છે કે, પોતાના અતિવ્યસ્ત કાર્યક્રમ છતા પણ મુખ્યમંત્રીએ મોડી રાત્રે આ ઘટનાને સંવેદનાથી લેતા તત્કાલ સહાયની જાહેરાત કરી હતી.
બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત, 4 ગંભીર રીતે ઘાયલ
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવનગરમાં આજે સવારે એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. ગેસ બ્લાસ્ટ થતા આખી સોસાયટી ધ્રુજી ઉઠી હતી. આ બનાવના પગલે લોકટોળા એકત્ર થઇ ગયા હતા. સ્થાનિકોએ બચાવકાર્ય શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કાટમાળમાંથી ઘાયલોને કાઢીને સારવાર માટે મોકલ્યા હતા. જ્યારે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT