Sabarkantha Accident News: સાબરકાંઠાના ઈડર-હિંમતનગર હાઈવે પર અકસ્માતની કરુણ ઘટના બની હતી. જેમાં અંબાજીના દર્શને જતા વડોદરાના પરિવારનો માળો વિખેરાઈ ગયો. અકસ્માતમાં પતિ અને પત્નીનું મોત નિપજ્યું હતું, જ્યારે 2 બાળકો સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 દ્વારા ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા અને ત્યાંથી હિંમતનગર સિવિલ લવાયા હતા. ઘટના અંગે ઈડર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ક્ષત્રિયોઓએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા" , રાજકોટમાં કલેકટરને આવેદન પત્ર આપવા માટે નીકળી મહારેલી
અંબાજી દર્શને જતા પરિવારનો નડ્યો અકસ્માત
વિગતો મુજબ, વડોદરાના પતિ-પત્ની અને બે બાળકોના પરિવાર સહિત 6 લોકો કારમાં અંબાજી દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન બપોરે હિંમતનગરથી ઈડર રોડ પર જતા ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના પગલે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકો બહાર ફેંકાઈ ગયા હતા અને તેમના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આજુબાજુમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી દીધી હતી.
આ પણ વાંચો: Ayodhya: રામ નવમીના દિવસે આટલો સમય થશે રામલલ્લાના દર્શન, સૂર્યના કિરણોથી કરાશે ભગવાનનો અભિષેક
પતિ-પત્નીનું મોત, બે બાળકો ઈજાગ્રસ્ત
અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર જ મહિલા અને પુરુષનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકો સહિત અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તમામને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી હાલ બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
(ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT