દિગ્વિજય પાઠક/વડોદરા: દેશભરમાં આજે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના ફતેપુરા ગરનાળા વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના પણ સમાચાર છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને ભગાડી હતી.
ADVERTISEMENT
સમગ્ર વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ આ બનાવ અંગે DCP ઝોન 3 યશપાલ જગાનિયાએ જણાવ્યું કે, સીટિ પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી ગઈ છે. લોકો જે એકઠા થયા હતા તેમને સમજાવીને પોતપોતાના ઘરે મોકલી દીધા છે, કોઈને ઈજા પહોંચી હોય તેવી ઘટના નથી. હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT