Vadodara News: તાજેતરમાં મધ્ય ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોને પાણી-પાણી કરી નાખ્યા. શહેરો-ગામોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું અને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં પણ ડેમમાંથી છોડેલા પાણીથી ભારે તબાહી મચી ગઈ. ત્યારે કડણાના ડેમના અધિકારી સાથે સ્થાનિક નાગરિકની વાતચીતનો એક ઓડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નાગરિકને ખખડાવી રહ્યો છે.
ADVERTISEMENT
પૂરના પાણીની તબાહીથી નાગરિક ગુસ્સે
તમે તબાહી મચાવી દીધી છે મધ્ય ગુજરાતમાં એટલે જવાબદાર તમે જ છો. તમે કટારા અને ડામોર બે અધિકારીઓ જવાબદાર છો. તમે બહુ ખોટું કર્યું છે, કુદરત તમને નહીં છોડે. લાખો લોકો તમારા કારણે બરબાદ થઈ ગયા છે. તમે સ્થળ પર આવીને તપાસ કરી?
બાદમાં અધિકારી પૂછે છે? તમારું નામ શું, હોદ્દો શું. ત્યારે વ્યક્તિ કહે છે, હું હર્ષદસિંહ પરમાર બોલું છું વડોદરાથી. હોદ્દાની કોઈ જરૂર નથી હોતી. હોદ્દે કોઈએ આપેલો નથી. તમને મળ્યો છે હોદ્દો તો કુદરતની કૃપાથી મળ્યો છે, સમજી લો. લાખો લોકો બરબાદ થઈ ગયા છે. ત્યારે અધિકારી કહે છે, અમે ડેમ સાવચીએ કે ત્યાં આવીએ? જવાબમાં હર્ષદસિંહ કહે છે, હવે ડેમ સાચવી લીધો હોય તો આવો કાલો તો તમને બતાવીએ. ઘરની પરિસ્થિતિ ઘરવાળા જ જાણે. ડેમ વાળા ઓફિસોમાં બેઠા બેઠા ચર્ચા કરતા હોય છે. અહીં શું છે તે અમને જ ખબર હોય છે.
ADVERTISEMENT