વડોદરામાં ધોળા દિવસે એક રેલ કર્મચારીનો દુકાનદાર પર ચાકુથી હુમલો, જુઓ CCTV

વડોદરાઃ વડોદરામાં ગુનાખોરીનું સ્તર સતત વધી રહ્યું છે. નાનકડા શહેરી વિસ્તારમાં રોજ બરોજ ક્યાંકને ક્યાંક ગુનાખોરીના બનાવ પોલીસના ચોપડે નોંધાતા રહે છે. વડોદરામાં એક દુકાનદાર…

gujarattak
follow google news

વડોદરાઃ વડોદરામાં ગુનાખોરીનું સ્તર સતત વધી રહ્યું છે. નાનકડા શહેરી વિસ્તારમાં રોજ બરોજ ક્યાંકને ક્યાંક ગુનાખોરીના બનાવ પોલીસના ચોપડે નોંધાતા રહે છે. વડોદરામાં એક દુકાનદાર દ્વારા ઉધારી આપવાની ના પાડવાને કારણે રેલ કર્મચારી અને તેનો પુત્ર દુકાનદાર પર ચાકુ વડે હુમલો કરવા ધસી આવ્યા હતા. જેને કારણે દુકાનદારમાં ભયનો માહોલ હતો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વડોદરામાં ગુનેગારો અને ગુંડાતત્વોને જાણે પોલીસ અને કાયદા વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેવી ઘટના વડોદરામાં બની છે. અહીંની એક દુકાનના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ દુકાન દાર પર ચાકુ વડે નિર્દયતાથી હુમલો કરે છે. જેમાં તે વ્યક્તિ ગંભીર રીતે ઘવાય છે. તેમને આ પછી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

પરિજનોએ વચ્ચે પડી હુમલાખોરને દુર કર્યો
ઘટના એવી છે કે વડોદરામાં હવે ગુનાખોરોની હિમ્મત વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. ગત 5 નવેમ્બરે વડોદરામાં એક ઘટના બની હતી જેમાં દુકાનદાર પર એક રેલવે કર્મચારી દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનામાં દુકાન માલિક દ્વારા અત્યાર સુધી 22 હજાર રૂપિયાની ઉધારી બાકી હોવાને કારણે નવી ઉધારી આપવાની ના પાડી દેતા રેલ કર્મચારી પિતા પુત્ર ઉપર તૂટી પડ્યો હતો. જે ઘટનામાં દુકાનદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તેમના પુત્ર અને અન્ય પરિજનો દ્વારા વચ્ચે પડી બચાવાયા હતા.બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જુઓ સીસીટીવી…


(વીથ ઈનપુટઃ દિગવિજય પાઠક, વડોદરા)

 

    follow whatsapp