ધનેશ પરમાર.બનાસકાંઠાઃ વડગામની બસુ ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ ગત ટર્મમાં એક કૌભાંડ આચર્યું હતું. તલાટી એવો ખેલ કરી ગયાના આરોપ લાગ્યા છે કે તેમાં મોટું કૌભાંડ આરચવામાં આવ્યું છે. આ કૌભાંડમાં સરપંચ અને તલાટીની મિલી ભગતથી કરવેરાની ઉઘરાણી માટે 2000 જેટલી નકલી પાવતીઓ બનાવવામાં આવી અને તેનો ઉપયોગ કરાયો હતો. નકલી પાવતીઓ થકી શખ્સો દ્વારા રૂપિયા 19.54 લાખની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક ગ્રામજન દ્વારા આ મામલે ડીડીઓને ફરિયાદ કરાઈ હતી. જેમાં બનાસકાંઠા ડીડીઓ સ્વપ્નિલ ખરે દ્વારા તત્કાલીન સરપંચ તેમજ તલાટીને નોટિસ ઈશ્યૂ કરી તાત્કાલિક અસરથી આજે 11 મે 2013 ના રોજ ઉચાપતના નાણાં જમા કરાવવા માટે આખરી મુદત અપાઇ છે.
ADVERTISEMENT
જાગૃત નાગરિકે ભેગા કર્યા આધાર પુરાવા
આ સમગ્ર કોભાંડ ગામના જાગૃત નાગરિક બઘરા મહંમદ રસિક ઈસ્માઈલ દ્વારા આધાર પુરાવા સાથે બહાર લાવવામાં આવ્યું છે. જેની તે બાદ તેઓએ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર સ્વપ્નિલ ખરે સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ડીડીયો સ્વપ્નિલ ખરે દ્વારા વર્ષ 2018 થી 2020 દરમ્યાન સરપંચ પદ ધારણ કરનાર તત્કાલીન સરપંચ મૌકિફ ચૌધરી તેમજ તલાટી વિજય ચૌધરી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કેસમાં ફરિયાદીનો આક્ષેપ છે કે, તત્કાલીન સરપંચ અને તલાટી બંને દ્વારા એકબીજાના મેળાપીપણથી ગ્રામ પંચાયત બસોની નકલી 2000 પાવતીઓ છપાવવામાં આવી હતી, અને તેનો ઉપયોગ પંચાયતના વિવિધ વેરાઓની વસૂલાતમાં કરાયો હતો.
મહારાષ્ટ્ર પર સુનાવણી દરમિયાન CJIએ કહ્યું, ‘જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો તેમને રાહત મળી શકી હોત’
જેસીબી દ્વારા કરાયેલા 27 લાખના કામને પંચાયત દફતરે ઉધારી કરાયું છે કૌભાંડ: ફરિયાદી
આ કામના ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે સરપંચ તેમજ તલાટીએ બસુ ગ્રામ પંચાયતમાં 2000 પાવતીઓ નકલી છપાવી વેરા વસુલાત કરી કૌભાંડ આચર્યું છે. આટલેથી ન અટકતા મોહમ્મદ રફી ઇસ્માઈલએ નવા કૌભાંડ તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે, આ બન્ને તત્કાલીન તલાટી તેમજ સરપંચે ગ્રામ પંચાયત નિધિ ફંડના 27 લાખના કામો લોકોના નામે પંચાયત દફતરે ઉધારેલા છે. ખરેખર આ કામો જેસીબી દ્વારા કામ કરાયા છે.
પૈસા નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી થશે: સ્વપ્નિલ ખરે, ડીડીઓ
આ મામલે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ફરિયાદની રજૂઆતમાં દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તત્કાલીન સરપંચ તેમજ તલાટીને વસૂલાત માટે નોટિસ અપાઈ છે. તેમને નોટિસમાં ગ્રામ પંચાયત નિધિ ફંડના આ નાણા 11 મે 2023ના રોજ ભરપાઇ કરવા આખરી નોટિસ અપાઈ છે. આ નાણાં નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી માટે પણ તૈયાર થવાની વાત ડીડીઓએ કરી છે.
ADVERTISEMENT