વડગામઃ માર્કેટ યાર્ડની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પરિવર્તન પેનલની હાર થઈ ગઈ છે. આ દરમિયાન વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 14 બેઠકો પર વર્તમાન પેનલના 14 સભ્યોએ જીત મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વર્તમાન પેનલના દરેક સભ્યોની જીત થતા ઉજવણી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડગામ માર્કેટયાર્ડના ડિરેક્ટર પદ પર આમ આદમી પાર્ટીના ભીખાભાઈ કોરોટ પસંદ થતા ઈસુદાન ગઢવીએ શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT
બહુમતથી જીત દાખવી સત્તા કબજે
ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ માટે આયોજિત ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ ફરી એકવાર ચેરમેન કેસર ચૌધરી પર વિશ્વાસ મુકી તેમની પસંદગી કરી હતી. આ દરમિયાન વોટિંગ કરી તેમને પસંદ કરાતા ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખેડૂત વિભાગના 10 તથા વેપારીના 4 ઉમેદવારોએ જંગી બહુમતીથી ચૂંટાયા હોવાથી વિજયોત્સવ મનાવ્યો હતો.
ADVERTISEMENT