Ahmedabad: વાડજના PIની ઓફિસમાં જ કિન્નરો એક બીજા પર તૂટી પડ્યા, કર્યા છરીના ઘા

અમદાવાદઃ અમદાવાદમાં કિન્નરો વચ્ચેના ઝઘડા નવા નથી અગાઉ પણ ઘણી બાબતોને લઈને આવી ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદમાં કિન્નરો વચ્ચેના ઝઘડા નવા નથી અગાઉ પણ ઘણી બાબતોને લઈને આવી ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે ખુદ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરની ઓફિસમાં પણ છરી વડે હુમલો થયો છે. અમદાવાદના વાડજ પોલીસ મથકના પીઆઈની ચેમ્બરમાં કિન્નરો વચ્ચે બબાલ થઈ ગઈ હતી અને છરી વડે ઘા કરતા મામલો તંગ બન્યો હતો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો
વાડજ પોલીસ સ્ટેશનમાં કિન્નરો પર હુમલો કરીને લૂંટ કરવાની ઘટનામાં કિન્નરોને બોલાવી ઓળખ પરેડની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન અચાનક તે બધા હુમલો કરવા લાગ્યા હતા. છરી લઈને જ પોલીસ સ્ટેશનમાં આવી જનાર કિન્નર હિંસા પર ઉતરી આવી હતી. ઓળખ પરેડની કાર્યવાહી દરમિયાન થયેલા આ હુમલામાં અન્ય બે કિન્નર ઈજાગ્રસ્ત થઈ હતી. આ અંગે દામીની નામના કિન્નર પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હતી.

સુરતના ધો.4ના વિદ્યાર્થીના અંગોનું દાન આવ્યું અને 6 જીંદગી બચીઃ નાનકડા આરવને સૌએ કર્યા સલામ

ઈજાગ્રસ્ત દામીની નામની કિન્નરને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરની ચેમ્બરમાં જ થયેલા હુમલાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. કિન્નરો પર સાગરિતો સાથે મળીને હુમલો કરાવી લૂંટ કરવાના ગુનામાં કામીનીદેના માણસ સંજય બાબુલાલ વ્યાસ દ્વારા વારંવાર કિન્નરો પર હુમલા કરવાની ઘટનાનો આરોપ લાગ્યો હતો. કામીનીદે અને સંજય હત્યાના ગુનામાં જેલમાં હતા. થોડા સમય પહેલા જ બહાર આવ્યા હતા. જોકે બહાર આવીને કિન્નરો પર હુમલા કરી લૂંટ કરવાનો કેસ થયો હતો. તેમને વાડજ પોલીસ મથકે લવાયા હતા. દરમિયાન ઓળખ પરેડ ચાલી રહી હતી. આ દરમિયાન બનેલી આ હિંસક ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp