વડનગર : મહેસાણા જિલ્લામાં 2021 ની સરખામણીએ આ વર્ષે ઓરી રૂબેલા (MR) રસી હેઠળ આવરી લેવામાં આવતા બાળકોની સંખ્યામાં ઘટાડા વચ્ચે મહેસાણા તાલુકાનામોલીપુર ગામમાં 23 દિવસમાં જ 10 વર્ષથી ઓછી ઉંમરના 91 બાળકોને ઓરીના શંકાસ્પદ કેસોનોંધાયા છે.
ADVERTISEMENT
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર 24 નવેમ્બર અને 17 ડિસેમ્બર વચ્ચે મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 91 બાળકોને શંકાસ્પદ ઓરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તાવ અને સામાન્યીકૃત મેક્યુલોપેપ્યુલર ફોલ્લીઓ થઇ હતી. જેમાં સપાટ અને ઉપરની ચામડી પર જ ઘા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક ટીમ અમદાવાદની મુલાકાતે નવેમ્બરમાં આવી હતી. તેણે રસીની અછતનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે, ચેપગ્રસ્ત લોકોમાં આશરે 60 ટકાને તો રસી જ અપાઇ નહોતી. બીજી તરફ વડનગરના આરોગ્ય અધિકારીએ કહ્યું કે, અમદાવાદની BJ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગને ત્રણ અઠવાડીયા પહેલા પરીક્ષણ માટે પાંચ નમુના મોકલ્યા હતા. જેના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી. જે અંગે બીજે મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના વડા નીતા ખંડેવાલે કહ્યું કે, લેબોરેટરીને હવે કીટ મળી છે. જેથી મહેસાણાના બેકલોગના પરિક્ષણો ઉપરાંત હાલમાં પણ નમુના લેવામાં ઝડપ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT