અમરેલીઃ સાવરકુંડલાના શેલાણા નજીક એક વેગનઆર કાર અને જેસીબી વચ્ચે આજે ગુરુવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસીયાનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ લોકો પણ સ્થળ પર મદદે પહોંચી ગયા હતા. જોકે તેમને બચાવી શકાયા ન હતા. ગંભીર ઈજાઓને પગલે તેમને સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ ત્યાં તેમનું નિધન થયાના સમાચાર સામે આવ્યા હતા. ભાજપના કાર્યકરો પણ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસે તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
લોકસભા સ્પીકરના આગ્રહનું માન રાખી PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે, રેકોર્ડ સમયમાં થયું છે કામકાજ
JCB સાથે કાર ધડાકાભેર ભટકાઈ
સાવરકુંડલાના શેલાણા નજીક એક વેગનઆર કાર અને જેસીબી વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. આ અકસ્માતમાં પૂર્વ કૃષિમંત્રી વી વી વઘાસીયાનું નિધન થયું છે. ઠવી ગામ નજીકની વાડીએથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. 108 ઈમર્જન્સી વાન મારફતે તેમને સારવાર માટે સારવકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયાના સમાચાર સામે આવ્યા હતા. અકસ્માતની જાણકારી મળતા ભાજપના પણ ઘણા નેતા તથા કાર્યકરો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. બનાવને પગલે પોલીસે તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT