ગર્ભાશયના કેન્સરથી નહી થાય કોઇ મહિલાનું મોત, સરકાર આપશે દરેક તરૂણીને રસી

નવી દિલ્હી : ગર્ભાશયનું કેન્સર મહિલાઓના મોતનાં મોટા કારણો પૈકીનું એક છે. દર વર્ષે સેંકડો મહિલાઓના મોત ગર્ભાશયના કારણે થાય છે. આવી સ્થિતિમાં જો છોકરીઓની…

gujarattak
follow google news

નવી દિલ્હી : ગર્ભાશયનું કેન્સર મહિલાઓના મોતનાં મોટા કારણો પૈકીનું એક છે. દર વર્ષે સેંકડો મહિલાઓના મોત ગર્ભાશયના કારણે થાય છે. આવી સ્થિતિમાં જો છોકરીઓની નાની ઉંમરે જ ગર્ભાશયના કેન્સરની રસી મળી જાય તો આ રોગથી તેમનો બચાવ થઇ શકે છે. તેઓ સારી રીતે માતા બની શકે છે. ભાવી માતાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે વિચારણા કરીને એક ખુબ જ મોટો પરંતુ સરાહનીય નિર્ણય લીધો છે.

ગર્ભાશયના કેન્સર સામે લડવા સરકાર સરકારે તૈયાર કર્યો રોડમેપ
ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે કેન્દ્ર સરકારે આ અંગેની યોજના બનાવી લીધી છે. શાળામાં અભ્યાસ દરમિયાન જ 9 થી 14 વર્ષની તરૂણીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે. સર્વાઈકલ કેન્સર ભારતીય મહિલાઓને થતા કેન્સરમાં બીજા નંબર પર આવે છે. વૈશ્વિક સ્તરે સર્વાઈકલ કેન્સરને મહિલાઓમાં મોટો રોગ માનવામાં આવે છે.

સરકાર ટુંક જ સમયમાં આ અંગે જાહેરાત કરશે
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા હવે આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે 9 થી 14 વર્ષની તરૂણીઓને ગર્ભાશયની વેક્સિન અપાવાનું ક્યારથી શરુ થશે તે અંગે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરાઈ નથી. જો કે યોજના પર સરકાર યુદ્ધના ધોરણે કામગીરી ચલાવી રહી છે. ટુંક જ સમયમાં આ અંગેની જાહેરાત થશે.

શું છે સરકારનો રોડમેપ?
– સર્વાઈકલ કેન્સરની રસી એવી શાળાઓને પ્રાથમિકતા અપાશે જ્યાં યુવતીઓની સંખ્યા સૌથી વધારે હોય.
– જે તરૂણીઓ અભિયાનના દિવસે શાળાએ નહીં આવે તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર દ્વારા રસી અપાશે.
– 9 થી 14 વર્ષની બહારની તરૂણીઓને સામુદાયિક અભિયાનો અને મોબાઇલ ટીમો દ્વારા રસી અપાશે.
– યુ-વિન એપ્લિકેશનનો ઉપયોગ નોંધણી માટે થઈ શકે છે

    follow whatsapp