ગાંધીનગરઃ અમેરિકા જવું છે બસ… આ શબ્દોને સારી રીતે જાણી ગયેલા એવા વિઝા એજન્ટ્સ ગુજરાતીઓના ધમ પછાડાને કારણે ઘણા કાળા કૌભાંડો આચર્યા છે. હમણાં જ ઘણા ગુજરાતી પરિવારો ગેરકાયદે અમેરિકામાં જતા પોતાના જીવ ગુમાવી ચુક્યા છે છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. અમેરિકા જવા નીકળેલો ગાંધીનગરનો એક પટેલ યુવાન તુર્કીમાં જ પકડાઈ ગયો છે. તેના વિઝા ફેક હોવાનું સામે આવતા તે ઝડપાઈ ગયો છે. જોકે એજન્ટ તેની વ્યવસ્થા કરી દે તે પહેલા જ તે પકડાઈ જતા પ્રિત પટેલ નામના આ યુવક સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
હમણાં જ એક અન્ય યુવાનને ડિપોર્ટ કરાયો હતો
ફેક ડોક્યુમેન્ટ્સ, અઢળક રૂપિયા, જીવનું જોખમ અને ફેક વિઝા જેવા ઘણા તુક્કાઓ અપનાવી ગુજરાતીઓ અમેરિકા ઘુસવા પ્રયત્નો કરતા હોય છે. ગાંધીનગરના એક યુવકને ગયા અઠવાડિયે જ ઈસ્તાંબુલથી દિલ્હી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો. આ યુવક પાસે જે વિઝા હતા તે ખોટા હોવાનું એરપોર્ટ સિક્યુરિટીના ધ્યાને આવ્યું હતું. જે પછી તેને પાછો દિલ્હી ધકેલી દેવામાં આવ્યો હતો.
ઈઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે ટેન્શન વધ્યું, તેલ અવીવમાં આતંકી હુમલો
કલોલના જ એજન્ટે લગાવી આપ્યા હતા ફેક વિઝા સ્ટેમ્પ
પલિયડ ગામનો પ્રિત પટેલ જોકે ઈસ્તાંબુલ એરપોર્ટ પર એજન્ટના માણસને નહોતો મળી શક્યો, આ શખ્સ દ્વારા જ તેને મેક્સિકો લઈ જવાનો હતો, જોકે તે પહેલા જ તુર્કિ એરપોર્ટ પર સિક્યુરિટી દ્વારા તેના વિઝાને લઈને ડખો પડતા તેને હવે ત્યાંથી તુરંત જ ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ તરફ દિલ્હી પોલીસે પુષ્ટી કરી છે કે પ્રિત પટેલ નામનો શખ્સ તુર્કીથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. ફ્લાઈટ લેન્ડ થયા પછી તેને ઈમિગ્રેશનના અધિકારીઓને સોંપી દેવાયો છે. પ્રિત ફેક વિઝાના આધારે તુર્કી ગયો હતો અને ત્યાં તેને એન્ટ્રી મળી નહીં. જેથી તેને પાછો ધકેલી દેવાયો હતો. તેના પર કલોલોના જ કોઈ એજન્ટ દ્વારા ફેક વિઝા સ્ટેમ્પ લગાવી અપાયા હતા.
વીઝા એજન્ટો પર અંકુશ જરૂરી
એજન્ટ પ્રિતને ઈસ્તાંબુલ એરપોર્ટ લેન્ડ થયા પછી ત્યાંનો એક માણસ તેને લેવા આવવાનો હતો અને તેને એરપોર્ટ બહાર કાઢી આગળની વ્યવસ્થા કરવાની હતી, પરંતુ છેલ્લી ઘડી સુધી આ વ્યવસ્થા થઈ શકી નહીં અને પ્રિત પકડાઈ ગયો. દિલ્હી પોલીસે પ્રિતની સામે ઠગાઈ અને દસ્તાવેજ બનાવટી ઊભા કરવા સંદર્ભે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. ઘણા તો સફળતા પુર્વક ઘૂસણખોરી કરી પણ ચુક્યા હોવાનું સામે આવવા લાગ્યું છે. ત્યારે આ પ્રકારનો રુટ પકડી કોઈ નક્કર કાયદા ઘડવામાં આવે તેની જરૂરત ઊભી થઈ છે.
ADVERTISEMENT