વિવાદ બાદ લાજવાના બદલે ગાજી ઉર્વશી સોલંકી, તરણેતરના મેળાને પરણેતરનો મેળો ગણાવ્યો

Urvashi Solanki Controversy : નવરાત્રી ગરબામાં અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા વિવાદાસ્પદ નિવેદન મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર શ્રદ્ધા ભક્તિના પાવન…

Urvashi Solanki controversy

Urvashi Solanki controversy

follow google news

Urvashi Solanki Controversy : નવરાત્રી ગરબામાં અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા વિવાદાસ્પદ નિવેદન મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર શ્રદ્ધા ભક્તિના પાવન પર્વ નવરાત્રીનું ભાન ન રાખીને ઉર્વશી સોલંકીએ ખુલ્લેઆમ યુવાનોને સેટિંગ કરવાનો મામલો વિવાદિત બન્યો છે. જો કે લાજવાના બદલે હવે ઉર્વશી ગાજવા લાગી છે. ઉર્વશી સોલંકીએ કહ્યું કે, હું હિંદુ ધર્મને સાથે લઇને ચાલનારી વ્યક્તિ છું, મારા શબ્દોને તોડી મરોડીને રજુ કરાઇ રહ્યા છે. આ સાથે ઉર્વશી સોલંકીના નિવેદનના કારણે એક વધારે વિવાદ શરૂ થયો છે. ઉર્વશી સોલંકીએ કહ્યું કે, તરણેતરનો મેળોએ પરણેતરનો મેળો છે.

શું છે સમગ્ર મામલો?

ઉર્વશીએ કહ્યું કે, ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઇ લવ યું કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન ડે નહી પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઇએ છીએ. પછી ઉર્વશી યુવાનોને પુછે છે કે મારી વાત રાઇટ છે ને? તમારામાંથી કેટલા લોકોએ આ 4 દિવસમાં પ્રપોઝ કર્યું? પછી કહે છે કે 9 દિવસ સુધી ગરબા રમો અને તમારુ સેટિંગ ન થાય તો સમજી જજો કે તમારો જન્મ માત્ર વસ્તીગણતરી માટે જ થયો છે.

વિવાદ બાદ ઉર્વશી લાજવાના બદલે ગાજી!

બીજી તરફ વિવાદ વકર્યા બાદ ઉર્વશીએ કહ્યું કે, હું પણ મા દુર્ગાની ભક્ત છું, મારા શબ્દોને તોડી મરોડીને રજુ કરાયા છે. ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મે મારા શબ્દોમાં વેલેન્ટાઇન ડેની નિંદા કરી છે. નવ દિવસ રમ્યા તો ગરબા જ રમ્યા એમાં શું ખરાબ છે? નવરાત્રીમાં સમાજના તમામ લોકો એકઠા થતા હોય છે. માતા-પિતા છોકરીઓને કહેતા હોય છે કે સારો છોકરો મળે તો કેજે સેટિંગ શબ્દ કહેવામાં મારો ભાવ ક્લિયર હતો. માં દુર્ગાની સાક્ષીએ પવિત્ર બંધનમાં બંધાવ તો ખોટુ શું? ઉપરાંત ઉર્વશીએ કહ્યું કે, આ આજના જમાના પ્રમાણે સહજ વાતો છે. મે સ્ટેજ પરથી રમૂજ કરવા માટે કહ્યું હતું.

તરણેતરના મેળાનું પણ અપમાન કર્યું અને પરણેતરનો મેળો ગણાવ્યો

આ વિવાદિત નિવેદન ઉપરાંત અન્ય એક વિવાદિત નિવેદનમાં તેણે જણાવ્યું કે, તરણેતરનો મેળો એ પરણેતરનો મેળો છે. આ મેળામાં છોકરો છત્રી લઇને પોતાની જીવનસંગિનીને શોધતો હોય છે. જો એને કોઇ છોકરી પસંદ આવે તો પરિવારની પરમિશનથી બંન્ને મંદિર પાછળ જઇને એક બીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપે છે.

    follow whatsapp