UPSTF કંઇ નથી GUJARAT ના આ ENCOUNTER વિશે વાંચશો તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ જશે…

અમદાવાદ : ઉમેશ પાલ હત્યાકાડમાં યુપી એસટીએફ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માફિયા અતીક અહેમદના પુત્ર અને આ હત્યાકાંડનો આરોપી અસદ અહેમદને પોલીસે એન્કાઉન્ટરમાં…

Gujarat Police top 10 encounter

Gujarat Police top 10 encounter

follow google news

અમદાવાદ : ઉમેશ પાલ હત્યાકાડમાં યુપી એસટીએફ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માફિયા અતીક અહેમદના પુત્ર અને આ હત્યાકાંડનો આરોપી અસદ અહેમદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. અસદની સાથે બીજા આરોપીઓ શૂટર ગુલામ અહેમદને પણ પોલીસે ઘર્ષણમાં ઠાર માર્યો છે. અસદની સાથે બીજા આરોપી શૂટર ગુલામ અહેમદને પણ પોલીસે ઠાર માર્યો છે. અતીકનો ત્રીજો પુત્ર અશહ અહેમદ લખનઉથી સંપુર્ણ ગેંગ ઓપરેટ કરતો હતો. અસદ લખનઉની ટોપની શાળામાં 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ઉમેશપાલ હત્યાકેસમાં અસદે ગોળીબાર કર્યાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારથી જ પોલીસ તેને શોધી રહી હતી. જો કે તે ફરાર હતો. તેના પર પોલીસે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

જો કે ગુજરાતમાં પણ અનેક એન્કાઉન્ટર થઇ ચુક્યાં છે. જેમાં કેટલાક ખોટા એન્કાઉન્ટર પણ થયા હોવાના આક્ષેપો લાગતા રહ્યા છે. જો કે આક્ષેપોને કિનારે કરીને ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરની વાત કરીએ તો 2002 થી અત્યાર સુધીમાં કુલ 10 એન્કાઉન્ટર ગુજરાતમાં થયા છે.

21-10-2002 – ઉસ્માનપુરા ગાર્ડન, અમદાવાદ – સમીરખાન પઠાણ
અમદાવાદના ઇન્કમટેક્ષ નજીક આવેલા ઉસ્માનપુરા વિસ્તારના આવેલા ઉસ્માન પુરા ગાર્ડનમાં પોલીસે તેને ઢાળી દીધો હતો. સમીરખાન પઠાણ આમ તો નાનો મોટો ગુંડો હતો અને ચેઇન સ્નેચર તરીકે અનેકવાર પોલીસના ચોપડે પણ ચડી ગયો હતો. જો કે ઉસ્માનપુરા ગાર્ડનમાં તેને લશ્કર એ તોયબા સાથે સાંઠગાંઠ હોવાના આરોપ સર પોલીસે ઢાળી દીધો હતો.આ એન્કાઉન્ટર કરનારી પોલીસ ટીમને તરૂણ બારોટ લીડ કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બારોટ સાદીક જમાલ અને ઇશરત જહા એન્કાઉન્ટર કરનારી ટીમના પણ સભ્ય હતા.

13-01-2003 – ગેલેક્ષી સિનેમા, અમદાવાદ – સાદીક ઝમાલ
સાદીક જમાલ પર પણ લશ્કર એ તોયબા સાથે સાઠગાઠ ધરાવતો હોવાનો આક્ષેપ હતો. જેને અમદાવાદના નરોડામાં ગેલેક્ષી સિનેમા નજીક પોલીસ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. તે 2002 ના તોફાનો બાદ પીએમ મોદીની (ત્યારે સીએમ) હત્યાનું કાવત્રું રચી રહી હોવાના પુરાવા પોલીસને મળ્યા હતા. જેથી પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. જો કે તેના ભાઇના આક્ષેપો બાદ તપાસ સીબીઆઇને સોંપાઇ હતી. જો કે તેમાં પણ તે દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતો હોવાનું ખુલ્યું હતું.

22-06-2003 – પાંચકુવા, અમદાવાદ – ગણેશ ખુંટે, મહેન્દ્ર જાધવ
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા પાંચકુવા દરવાજા નજીક ગણેશ ખુંટે અને મહેન્દ્ર જાધવને પોલીસે ઠાર માર્યા હતા. આ બંન્ને પર પણ આતંકવાદી હોવાનો આરોપ હતો. આ બંન્ને 2002 ના તોફાનો બાદ મંત્રી અશોક ભટ્ટ અને દરિયાપુરના ધારાસભ્ય ભરત બારોટની હત્યાનું કાવત્રું રચી રહ્યા હતા. જેના કારણે જ બંન્ને અમદાવાદ આવ્યા હતા. જો કે તેઓ ષડયંત્રને અંજામ આપે તે પહેલા પોલીસને આ અંગેની માહિતી મળી અને બંન્નેને ઠાર મારવામાં આવ્યા હતા.

15-06-2004 – નરોડા વોટર વર્ક્સ – ઇશરત જહાં, જાવેદ મોહમ્મદ ગુલામભાઇ શેખ, અમઝદ અલી અકબર રાણા, જિશાન જોહર
અમદાવાદ-ગાંધીનગરને જોડતા ધોરીમાર્ગ પર કોતરપુર વોટર વર્ક્સ નજીક એરપોર્ટના વળાંક પર ઇશરત જહાં સહિત કુલ ચાર લોકોને ગુજરાત પોલીસની ક્રાઇમબ્રાંચ અને સબસીડયરી ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇશરત જહા નામની યુવતી માત્ર 19 વર્ષની હતી. આ તમામ પર લશ્કર એ તોયબા સાથે સંકળાયેલા હોવાનો અને પીએમ મોદી (ત્યારે સીએમ) ને 2002 ના તોફાનોનો બદલો લેવા માટે તેમની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા હતા. જો કે આ એન્કાઉન્ટર ગુજરાતનું સૌથી વિવાદાસ્પદ એન્કાઉન્ટર રહ્યું હતું. જેના કારણે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અનેક આઇપીએસ અધિકારી અને પોલીસ અધિકારીઓ પર પણ આક્ષેપો થયા હતા. જેનો ખુબ જ વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ પણ થયો હતો.

27-11-2004 – સંજાણ- ભિલાડ હાઇવે વલસાડ – સંજય સિંહ, શ્રીરામ ચૌધરી
નેપાળની એક ખંડણી ઉઘરાણી કરતી એક ગેંગના સભ્યો એવા સંજયસિંહ પોતાના સાથી સાથે ગુજરાતના એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને ટાર્ગેટ બનાવવા માટે આવ્યા હતા. દરમિયાન પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે કસ્ટડીમા જ આ લોકોએ ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતા તેમને વલસાડ જિલ્લા હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાંથી પરત ફરતા સમયે ફરી ઉલટી થશે તેવું કહેતા પોલીસ વાન અટકાવાઇ હતી. કોઇ કંઇ સમજે તે પહેલા સંજય સિંહે કમાન્ડો પાસે રહેલી બંધુક છીનવી લીધી હતી અને ફાયર કર્યું હતું. જો કે ગન સિંગલ ફાયર મોડ પર હતી. એક જ ફાયર થઇ શક્યું હતું. ત્યાર બાદ પોલીસે પોતાના બચાવમાં કરેલા ફાયરિંગમાં ઠાર મરાયો હતો.

9-10-2005 – નંદીગ્રામ, વલસાડ – હાજી ઇસ્માઇલ શુભાનિયા
દાઉન ઇબ્રાહીમ સાથે સંકળાયેલો અને ગુજરાત મહારાષ્ટ્રમાં સ્મગલિંગનું કામ કરતો હાજી શુભાનિયાને પોલીસે મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડરના નંદીગ્રામ નજીક ઢાળી દીધો હતો. હાજી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ ઇન્ટરપોર દ્વારા ઇશ્યું કરવામાં આવી હતી. ઉપરાંત કસ્ટમની પણ ચાર નોટિસ હતી. જો કે તે ગુજરાતમાં પ્રવેશવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જો કે પોલીસે તેને અટકાવતા તેણે ઉતરીને પોતાના બંન્ને હાથે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં પોલીસે પણ 20 રાઉન્ડ ફાયર કરીને તેને ઢાળી દીધો હતો. આ એન્કાઉન્ટર પણ ખુબ જ વિવાદાસ્પદ રહ્યું હતુ.

22-11-2005 – નારોલ સર્કલ, અમદાવાદ – સોહરાબુદ્દીન શેખ
સોહરાબ શેખને પોલીસે અમદાવાદના નારોલ નજીક ઠાર માર્યો હતો. તેના પર હથિયારોના સ્મગલિંગ, ઉપરાંત હત્યા અને લૂંટ અને ખંડણી જેવા કેસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ નોંધાયેલા હતા. તે લશ્કર એ તોયબા સાથે સંકળાયેલો હોવાનો અને મહત્વના પોલિટિકલ લિડરની હત્યાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની પણ પોલીસને માહિતી મળતા તેને પકડવા માટે જવા દરમિયાન થયેલા ઘર્ષણમાં તે ઠાર મરાયો હતો.

16-03-2006 – વટવા રેલવે ટ્રેક, અમદાવાદ – ચાર અજાણ્યા શખ્સો

6-11-2006 – ગાંધીનગર – રહીમ કાસીમ સુરમા
ગાંધીનગર પોલીસના વાંચ્છીતોમાં સૌથી વધારો ટોપ મોસ્ટ રહીમ કાસીમ સુરમાને ગાંધીનગર પોલીસ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. આ અંગે ફરિયાદ બાદ ભારે વિવાદ થયો હતો. સરકારે તેના પરિવારને કોર્ટે આર્થિક વળતર આપવા માટેના પણ આદેશ કર્યા હતા. કોર્ટ દ્વારા એન્કાઉન્ટર અંગે સવાલો ઉઠાવાયા હતા. જો કે પોલીસ તેનો કોઇ સંતોષ જનક જવાબ આફી શકી નહોતી. ગાંધીનગર એસપીએ જણાવ્યું કે, જિલ્લાના 10 સૌથી નામચીન અપાધીઓ પૈકીનો તે એક હતો.

28-12-2006 – અંબાજી-આબુ રોડ – તુલસીરામ પ્રજાપતિ
તુલસીરામ પ્રજાપતિનું એન્કાઉન્ટર પણ એક સૌથી વિવાદાસ્પદ એન્કાઉન્ટર પૈકીનું એક રહ્યું હતું. તુલસીરામને બનાસકાંઠામાં પોલીસે ઠાર માર્યો હતો. ડી.જી વણઝારાનું બોર્ડર રેન્જ ડીજી તરીકે નિમણુંક થયાના ગણત્રીના દિવસોમાં આ એન્કાઉન્ટર થયું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બનાસકાંઠા પોલીસે શરીફ પઠાણ ગેંગના સભ્ય તુલસીરામ પ્રજાપતિને ઠાર માર્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો ત્રીજો આરોપી જે ગુજરાત એટીએસ અને રાજસ્થાન એસટીએફ દ્વારા ઉઠાવાયો હતો.

    follow whatsapp