અમદાવાદ : હર્ષ સંઘવીએ આજે એક ચોંકાવનારો વીડિયો રિટ્વિટ કર્યો હતો. આ ટ્વીટ તેજેન્દ્રપાલ સિંહ બગ્ગા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ન માત્ર અયોગ્ય ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે પરંતુ તેઓ બેફામ વાણીવિલાસ ઉપરાંત અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, કોઇ પણ પક્ષનો વિરોધ હોઇ શકે અને કોઇ પણ વ્યક્તિનો વિરોધ હોઇ શકે પરંતુ સંવૈધાનિક પદ પર બેઠેલા એક વ્યક્તિનું માન સન્માન હંમેશા જાળવવું જોઇએ. તે જાળવવાનું આપ પ્રદેશ અધ્યક્ષ ચુક્યા છે.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલિયા પીએમ અંગે અસહ્ય શબ્દો બોલે છે
આ વીડિયોપ્રાથમિક રીતે તો ખુબ જ જુનો હોવાનું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા કોઇ ખુબ જ ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત આ વીડિયો ખુબ જ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. જો કે ગમે તે સમય હોય સન્માનનીય સંવૈધાનિક પદ પર બેઠેલા વ્યક્તિ પર આ પ્રકારનાં શબ્દ પ્રયોગો સહ્ય નથી.
વીડિયો અંગે ઇટાલિયાએ કરી સ્પષ્ટતા
જો કે આ અંગે GUJARAT TAK દ્વારા ગોપાલ ઇટાલિયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું કે, ભાજપ પોતાની હાર જોઇ ચુક્યું છે. જેના કારણે જુના વીડિયો ગમે ત્યાંથી લાવીને આ પ્રકારે વિવાદ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હિંદુ મુસ્લિમ મુદ્દો બનાવવામાં નિષ્ફળ રહેલું ભાજપ હવે કોઇ મુદ્દાઓ શોધી રહ્યું છે. જેના કારણે આવા જુના જુના મુદ્દાઓ લાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જો કે લોકો બધુ જ સમજી ચુક્યાં છે અને આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર આવે છેતે ચોક્કસ છે.
(આ વીડિયો અંગે GUJARAT TAK કોઇ પૃષ્ટિ કરતું નથી)
ADVERTISEMENT