અમદાવાદ: રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માર્ચમાં ખેડૂતોને રડાવનારું માવઠું હજું પણ ખેડૂતોને રાતા પાણીએ રડાવે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજસ્થાનમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
ક્યાં-ક્યાં વરસાદ પડી શકે?
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યામાં આગામી 5,6 અને 7 એપ્રિલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે 7 એપ્રિલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ સાથે જ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને દ્વારકામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ મુજબ, 7મી એપ્રિલે સુરત, ડાંગ સહિતના જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે.
માવઠાના કારણે તાપમાનનો પારો ઘટી શકે
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં 5,6 અને 7 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસવાની આગાહી છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં પણ વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ગુજરાતમાં તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ આગાહી કરી છે.
ADVERTISEMENT