અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કલોલના વડસર કામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ADVERTISEMENT
વડાપ્રધન નરેન્દ્ર મોદી સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ રવિવારે ગુજરાતની મુલાકાતે છે. તેઓ રવિવારે કલોલ પાસેના વડસર ગામમાં પહોંચ્યા હતા અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જેડવા ગામના તળાવનું બ્યુટિફીકેશનનું ખાત મુહૂર્ત પણ કર્યું હતું. આ તળાવમાં તળાવમાં વોકિંગ ટ્રેક,ચિલ્ડ્રન એરીયા સહીતનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે ઓપન જિમ એરિયા,જળચર પ્લાન્ટસેશન એરિયાનો સમાવેશ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના વડાપ્રધાનએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લામાં 75 તળાવોની જાળવણી થાય તેની શરૂઆત કરી છે.
ગાંધીનગરમાં આપણે નક્કી કર્યું છે કે 3 એકરથી મોટા જે પણ તળાવ હોય તેને સુંદર કરવાના છે. વર્ષો સુધી તળાવના પાણી જમીનમાં સચવાઈ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યના પાણીના સ્તર નીચે જઇ રહ્યા હતા પણ નરેન્દ્રભાઇ નર્મદાના નીર લાવ્યા તો પાણીના સ્તર ઉપર આવ્યા છે. તેમણે કહ્યું કે જળ બેન્ક બનાવવાનો નિર્ણય આપણે સૌ કોઈએ કરવો જોઈએ.ગાંધીનગર જિલ્લાના 75 તળાવો અને અમદાવાદના 75 તળાવો અને બીજા અન્ય તળાવો પણ બનાવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 4 કરોડ રૂપિયા વડસરના વિકાસના કામ માટે ફાળવ્યા હતા.
ADVERTISEMENT